ત્રણ રાજયોમાં પેસેન્જરને બેસાડી લૂટી લેતી ગેંગના ત્રણ ઇસમોને સિધ્ધપુર પોલીસે દબોચ્યા

ત્રણ રાજયોમાં પેસેન્જરને બેસાડી લૂટી લેતી ગેંગના ત્રણ ઇસમોને સિધ્ધપુર પોલીસે દબોચ્યા

ચોરીનો મુદ્દામાલ તેમજ ઇક્કો ગાડી કબ્જે કરી ગુનામાં સંડોવાયેલા અન્ય એક ઈસમને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કયૉ..!

સિધ્ધપુર પોલીસે મળેલી ચોક્કસ બાતમી આધારે ગુજરાત,મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજયોમાં ઇક્કો ગાડીમા પેસેન્જરને બેસાડી સિફતપૂર્વક રીતે પેસેન્જરોને લૂટી લેતી ગેંગના ત્રણ ઇસમોને ચોરીના મુદ્દામાલ તેમજ ઇક્કો ગાડી સાથે ઝડપી લઈ પોલીસ મથકે ગુનો નોંધી આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક ઈસમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

સિધ્ધપુર હાઈવે કાકોશી સકૅલ પાસે વોચમાં રહી માગૅ પરથી પસાર થતી ઈકકો ગાડી ને ઉભી રખાવી ગાડીમાં બેઠેલા શોએબ ઉર્ફે ફાટેલી અબ્દુલમજીદ વલીમહમદ આકબાની મેમણ,મોહમદ આદીલ ગુલામઅબ્બાસ મોહમદ ઇસુબ શેખ અને મુસ્તુફા મેહબુબ શબ્બીર શેખ રહે ત્રણેય સુરત વાળાની પુછપરછ કરતાં તેઓએ સંગઠીત બની ગુન્હો કરવામાં એકબીજાને મદદગારી કરી ઇકકો ગાડીમાં અલગ અલગ રોલ કરતાં. જેમા એક ડ્રાઇવર તરીકે ઇકકો ગાડી ચલાવે અને બીજો પેસેન્જર તરીકે આગળ પાછળની શીટમાં બેસી પસેન્જર તરીકે બેસાડેલ ઇસમને વાતચીતમાં ઉલઝાવી એકબીજાને ગુન્હો કરવામાં મદદગારી કરી બેસેલ પેસેન્જરની નજર ચુકવી ખીસ્સામાંથી પૈસા કાઢી ચોરી કરી લેતાં હોવાનું જણાવતાં પોલીસે ત્રણેય ઈસમોને રોકડ રૂ.૧૦,૦૦૦, ગુન્હામાં વપરાયેલ ઇકો ગાડી નં.GJ.05.JD.1093 કિ.રૂ.૨ લાખ સહિતનો મુદામાલ કબજે કરી તમામ વિરુદ્ધ સિધ્ધપુર પોલીસ મથકે ગુનો નોંધી ગુનામાં સંડોવાયેલા સહીદ ઉફૅ ઘેટી ઉફૅ મશીન રહે. સુરતવાળા ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *