એન્ટાલિયા એરપોર્ટ પર ઉતર્યા બાદ રશિયન પ્લેનના એન્જિનમાં આગ લાગી હતી. તુર્કીના પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે તમામ મુસાફરો અને ક્રૂને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. દક્ષિણ તુર્કીના એન્ટાલિયા એરપોર્ટ પર ઉતર્યા બાદ રશિયન પ્લેનના એન્જિનમાં આગ લાગી હતી. વિમાનમાં 95 લોકો સવાર હતા. માહિતી આપતાં તુર્કીના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રશિયન ઉડ્ડયન કંપની ‘એઝિમુથ એરલાઇન્સ’ દ્વારા સંચાલિત ‘સુખોઈ સુપરજેટ 100’ ક્લાસ એરક્રાફ્ટ રશિયાના સોચીથી ઉડાન ભરી હતી અને તેમાં 89 મુસાફરો અને છ ક્રૂ સભ્યો હતા.
નિવેદન અનુસાર, પ્લેન સ્થાનિક સમય અનુસાર રાત્રે 9:34 વાગ્યે એન્ટાલિયા એરપોર્ટ પર લેન્ડ થયા પછી, પાયલટે એન્જિનમાં આગની જાણ કરી, જેના પછી એરપોર્ટ રેસ્ક્યૂ અને ફાયર બ્રિગેડે તરત જ આગને ઓલવવાનું કામ કર્યું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી.