બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસા પંથકમાં બટાટાની સીઝન ચાલુ થઈ જતાં કોલ્ડ સ્ટોરેજ ના દ્રાર પણ ખુલવા લાગ્યા છે. ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં અંદાજીત ૨૦૦થી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. ગત વર્ષે કોલ્ડ સ્ટોરેજમાં મુકેલા બટાકા ના છેક સુધી સારા ભાવો મળ્યા હતા તેની સાથે બટાટા ની નવી સીઝન નો પ્રારંભ થતાં નવી આશાઓ અને ઉમંગ સાથે કોલ્ડ સ્ટોરેજો ના શુભ મુહૂર્ત કરવામાં આવી રહ્યું છે.
છેલ્લા બે ત્રણ દિવસમાં શુભ મુહૂર્ત ડીસા વિસ્તારમાં આવેલા કનૈયા કોલ્ડ સ્ટોરેજ સહીત ૧૦ થી વધુ કોલ્ડ સ્ટોરેજ નુ મુહર્ત કરવામાં આવ્યું હતું અને બટાટા ભરવાની શરૂઆત કરી છે એક કોલ્ડ સ્ટોરેજ અંદાજીત ૧.૫૦ થી ૧.૮૦ લાખ સુધી બટાકા ના કટાનો સંગ્રહ કરી શકાય છે. આ બાબતે જાણવા મળતા પ્રમાણે આગામી ૨૦ ફેબ્રુઆરી સુધી તમામ કોલ્ડ સ્ટોરેજ શરૂ થઈ જશે અને જે આગામી એક મહિના સુધી બટાટા ની આવક થી ધમધમશે જેથી કરી ડીસા પંથકમાં બટાકાની સિઝનનો ધમધમાટ રહશે ત્યારે હવે જોવા નું એ રહશે કે ખેડૂતો ને બટાટા ના ભાવો આગામી સમયમાં કેટલા મળશે અને ડીસા વિસ્તારમાં આવેલા કેટલા કોલ્ડ સ્ટોરેજ ભરાશે તેના પર ખેડૂતો તથા વેપારીઓ ની પણ મીટ મંડાઇ છે.
કોલ્ડ સ્ટોરેજ શરૂ થતા બટાટા ની આવક શરૂ થઇ; બટાટાની નવી સિઝનનો પ્રારંભ થતાં કોલ્ડ સ્ટોરેજ ના સંચાલકો અને વેપારીઓ એ શુભ મુહૂર્ત કરી બટાટા નુ લોડીંગ શરૂ કર્યું છે. ત્યારે કોલ્ડ સ્ટોરેજમાં બટાકાની પણ આવક શરૂ થઈ રહી છે. અને કોઈ સ્ટોરેજ માં ટ્રેક્ટરો સહિત મોટી ગાડીઓ બટાકા ભરીને આગમન થતું જોવા મળી રહ્યું છે.
ખેડૂતો અને વેપારીઓને બટાટા ના સારા ભાવ મળવાની આશા; બટાકાના ભાવમાં સતત તેજી મંદિ રહેતા ખેડૂતોને વેપારીઓને નફો નુકસાની વેઠવાનો વારો આવે છે ગત વર્ષે ઓછા ઉત્પાદન વચ્ચે બટાકાના સતત ભાવ જળવાઈ રહેતા હતા ત્યારે હવે ચાલુ વર્ષે બટાકાની નવી સિઝનની શરૂઆત થતાં ખેડૂતો અને વેપારીઓ પણ આ વર્ષે બટાકાના સારા ભાવો મળવાની આશા સાથે ખરીદી શરૂ કરી છે.