અકસ્માતો નિવારવા યોગ્ય કાર્યવાહી નહી કરાય તો ફરિયાદ દાખલ કરવાની ચીમકી અપાઇ
હાઇવે ઓથોરિટીના અધિકારીઓની અકસ્માત માટે જવાબદારી નક્કી કરવાની માંગ કરાઇ; પાલનપુરમાં પસાર થતા નેશનલ હાઇવે પર દિન પ્રતિદિન અકસ્માતના બનાવો સર્જાય રહ્યા છે જેમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાય રહ્યો છે તેમ છતાં હાઇવે ઓથોરિટી દ્વારા અકસ્માતો નિવારવા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા પાલનપુરના એડવોકેટ દ્વારા હાઇવે ઓથોરિટીને નોટિસ ફટકારી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઇ છે તેમજ યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો ફરિયાદ દાખલ કરવાની ચીમકી આપવામાં આવી છે.
પાલનપુરમાં ગત સપ્તાહના એક્ટિવા સવાર બે યુવતિઓને નેશનલ હાઇવે પર રોડ બાજુમાં પડેલ રેતી અને ખાડાના કારણે અકસ્માત નડ્યો હતો જેમાં ૧૮ વર્ષની કાવ્યા પટેલ નામની યુવતીનું મોત થયું હતું જ્યારે બીજી યુવતી ગંભીર ઘાયલ થતા તેને અમદાવાદ ખાતે દાખલ કરાઇ હતી પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા જીવલેણ સાબિત થઈ રહી છે. જેના લીધે અકસ્માતના બનાવોમાં અનેક લોકોના મોત નીપજ્યા છે જેમાં નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓની બેદરકારી છતી થઇ રહી હોય પાલનપુરના એડવોકેટ મનોજ ઉપાધ્યાય દ્વારા હાઇવે ઓથોરિટી નોટિસ પાઠવી નેશનલ હાઇવે પર રેતીના ઢગલા, હાઇવેની બાજુમાં પડેલ ખાડા તથા દબાણોના કારણે લોકો અકસ્માત નો ભોગ બની રહ્યા છે નિયમ મુજબ નેશનલ હાઇવેના અધિકારીઓએ હાઇવે સલામતી, ટ્રાફિક નિયમન મુજબ કાર્યવાહી કરવાની માંગ કરાઇ હતી તેમજ સલામતી માટે અધિકારીઓની જવાબદારી નક્કી કરવા અને હાઇવે ઓથોરિટી દ્વારા અકસ્માતના બનાવો નિવારવા યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો પોલીસ ફરિયાદ કરવાની તેમજ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવાની ચીમકી આપવામાં આવી છે.
હાઇવે ઓથોરિટી લાપરવાહી થી અકસ્માતો નું પ્રમાણ વધ્યું; પાલનપુરના એડવોકેટ મનોજભાઇ ઉપાધ્યાય એ જણાવ્યું હતું કે નેશનલ હાઇવેના અધિકારીઓ રોડ સલામતી બાબતે ગંભીર પ્રકારની બેદરકારી દાખવવામાં આવી રહી છે જેના લીધે અકસ્માત થઈ રહ્યા છે નેશનલ હાઇવેના અધિકારીઓની ઓફિસ આગળ જ રોડની બાજુમાં ખુબ મોટા પથ્થરો, કિચ્ચડ અને રેતી પડી છે નેશનલ હાઇવે પર અકસ્માતમાં મોત થાય તો એનું યોગ્ય તપાસ થાય અને જો અધિકારીઓ ની જવાબદારી બને તો એમના વિરૃદ્ધમાં કાર્યવાહી થઈ શકે છે