પાલનપુર નશાબંધી કચેરીના ઇ.ચા. અધિક્ષક રૂ.7000ની લાંચ લેતા ઝડપાયા

પાલનપુર નશાબંધી કચેરીના ઇ.ચા. અધિક્ષક રૂ.7000ની લાંચ લેતા ઝડપાયા

હેલ્થ પરમીટના લાયસન્સ માટે લાંચ માંગી હતી: એસીબી ના છટકામાં સપડાયા; બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર સ્થિત નશાબંધી અને આબકારી કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક રૂ.7,000 ની લાંચ લેતા એસીબીના છટકામાં સપડાઈ ગયા હતા. હેલ્થ પરમીટના લાયસન્સ માટે લાંચ લેતા ઝડપાયેલા ઇન્ચાર્જ અધિક્ષકને ઝડપી લઈ એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ફરીયાદીએ હેલ્થ પરમીટ લાયસન્સ મેળવવા માટે નશાબંધી અને આબકારીની કચેરી પાલનપુર ખાતે અરજી કરી હતી.જે હેલ્થ પરમીટનું લાયસન્સ આપવા સારું આક્ષેપિત હિતેન્દ્ર સિંહ ઘનશ્યામસિંહ મસાણી , હોદ્દો- નાયબ નિરીક્ષક, વર્ગ-૩, (હાલ-ઇન્ચાર્જ અધિક્ષક)એ કાયદેસરની ફી ઉપરાંત રૂ.7,000/- ની લાંચની માગણી કરી હતી.

જોકે, ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ના હોઇ તેઓએ બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જે લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી કચેરીમાં જ ફરિયાદી સાથે સ્થળ ઉપર હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા ઝડપાઇ ગયા હતા. જેથી એસીબીએ લાંચની રકમ રિકવર કરી આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *