પાલનપુર નગરપાલિકા દ્વારા રખડતા પશુઓ પકડીને ગૌશાળામાં ખસેડાયા

પાલનપુર નગરપાલિકા દ્વારા રખડતા પશુઓ પકડીને ગૌશાળામાં ખસેડાયા

પાલનપુર શહેરમાં જાહેર માર્ગો પર રખડતા પશુઓને લઈને નાગરિકો દ્વારા વારંવાર ફરિયાદો કરવામા આવતી ફરિયાદોને ધ્યાનમાં લઈ પાલનપુર નગરપાલિકા દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત, છેલ્લા બે દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 18 રખડતા પશુઓને પકડીને નજીકની ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે.

રખડતા પશુઓના કારણે રોડ પર ટ્રાફિકની સમસ્યા, અકસ્માતો અને અનિવાર્ય ગંદકીનો સામનો નાગરિકોને કરવો પડતો હતો. આવા પશુઓના માલિકો સામે પણ પગલાં લેવા નગરપાલિકા દ્રઢ નિર્ધાર કરવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા જાહેર નોટીસ પાઠવીને પશુપાલકોને રખડતા પશુઓ છોડવા પર દંડ અને કાયદેસર કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. પાલનપુર નગરપાલિકા દ્વારા આ ઝુંબેશ નિયમિત ચાલું રહેશે અને નગરપાલિકા શહેરને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. નાગરિકોને પણ સહયોગ આપવા અને તેમના પશુઓને ખુલ્લે છોડી ન દેવા અપીલ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *