ડીસા શહેરમાં ગુરુવારે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત દ્વારા ‘વિજય સંદેશ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ડીસાના બગીચા સર્કલથી શરૂ થઈ નેમિનાથ નગર સહિતના મુખ્ય માર્ગો પર ફરી હતી.
આ યાત્રામાં આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં ડો. રમેશભાઈ પટેલ અને ડીસા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિજયભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ‘વિજય સંદેશ યાત્રા’નો મુખ્ય હેતુ લોકો સુધી પાર્ટીનો સંદેશ પહોંચાડવાનો અને આગામી ચૂંટણીઓ માટે જનસમર્થન મેળવવાનો હતો.


