પાલનપુર પંથકની યુવતી સાથે મિત્રતા કરી ન્યૂડ ફોટા મેળવ્યા બાદ બ્લેકમેઈલ કરી અને દુષ્કર્મ આચર્યું હોવાની રાવ
પાલનપુરમાં દુષ્કર્મના આરોપીને પોલીસે ઝડપી લીધો છે. આરોપી યુવતીના વીડિયો બનાવીને બ્લેકમેલ કરતો હતો. આરોપીએ યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી હતી. બાદમાં યુવતીને બ્લેકમેલ કરી રોકડ અને દાગીના સહીત 5 લાખ પડાવી લેતા ફરિયાદ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે કાર્યવહી કરી છે. પાલનપુર તાલુકાની યુવતીને બ્લેકમેઈલ કરી તેના અશ્લીલ વીડિઓ ફોટા ઉતારી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. યુવતીના વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી યુવતી પાસેથી આરોપીએ રોકડા અને દાગીના મળી 5 લાખ 70 હજાર રૂપિયા કઢાવી લેતા ફરિયાદ નોંધાઇ હતી. નવા વાડજ અમદાવાદના અને મૂળ પાલનપુરના ભુતેડીના આરોપી દર્શન ચૌહાણની પોલીસે અટકાયત કરી છે. પાલનપુર તાલુકા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

