પાલનપુર-અમદાવાદ હાઇવે ટેન્કરની ટકકરે યુવકનું મોત

પાલનપુર-અમદાવાદ હાઇવે ટેન્કરની ટકકરે યુવકનું મોત

ખાડા પુરાવવાની કામગીરી કરી રહેલ વર્ક આસિસ્ટન્ટ કાળનો કોળિયો બન્યો

પાલનપુર અમદાવાદ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં ટેન્કરની ટક્કરે આર એન્ડ બી માં વર્ક આસિસ્ટન્ટ તરીકે કાર્યરત એક યુવકનું મોત નિપજ્યું હોવાના અહેવાલ સાંપડ્યા છે. પાલનપુરના અમદાવાદ હાઇવે પર ગઠામણ પાટિયા પાસે ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. ત્યારે વરસાદને પગલે રોડ પર પડેલા ખાડા પુરવાની કામગીરી ચાલી રહી હતી. સુપરવાઇઝર રોડ પર પડેલા ખાડા પૂરવાનું કામ કરી રહ્યા હતા. દરમિયાન વર્ક આસિસ્ટન્ટને ટેન્કર ચાલકે અડફેટ લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કર નીચે કચડાઈ જતા વર્ક આસિસ્ટન્ટનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં એકત્ર થઈ ગયા હતા. પોલીસે મૃતકના મૃતદેહને પાલનપુર સિવિલમાં પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન મૃતક પાલનપુરની બ્રિજેશ્વર કોલોનીમાં રહેતો 26 વર્ષીય જીનેશ નીતિનભાઈ જોશી હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *