પોલીસે ચારેય આરોપીઓનું સિમલાગેટથી બારડપૂરા સુધી સરઘસ કાઢ્યું
જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં બે દિવસ અગાઉ ચાર તત્વોએ બારડપૂરા વિસ્તારમાં એક વેપારી પાસે પૈસાની માંગણી કરી તેના પર તલવાર તેમજ બેજ બોલ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જાહેરમાં હંગામો મચાવ્યો હતો. જેને લઇ અહીંના વેપારીઓ તેમજ લોકોમાં ભય ફેલાયો હતો. જોકે જાહેરમાં અસમાજિક પ્રવૃતિ આચરનાર આ ચારેય તત્વોને પૂર્વ પોલીસે ઝડપી પાડી તેમનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. પાલનપુરના બારડપૂરા ઢાળવાસમાં દુકાન ધરાવતા વેપારી મસૂદમહંમદ મોહમ્મદસિદિક વ્હોરા ગત તાં.24 ઓકટોબરના રાત્રે આઠ વાગે પોતાની દુકાન બંધ કરીને એક્ટીવા લઇ ઘરે જઈ રહ્યા હતા.
દરમ્યાન બારડપૂરા વિસ્તારમાં અજર ઈકબાલભાઈ સલાટ,શાહરૂખ ઈકબાલભાઈ સલાટ,સલમાન ઈકબાલભાઈ સલાટ અને ઈકબાલભાઈ સલાટનો જમાઈ ઇમરાન (તમામ રહે.ભકિતની લીંબડી પાલનપુર) એ આ વેપારીને રોકી તારે ધંધો કરવો હોય તો પૈસા આપવા પડશે. જેને લઈ વેપારીએ પૈસા આપવાની ના પડતા આ ચારેય તત્વોએ અપ શબ્દો બોલી ગડદાપાટુનો માર મારી તેમજ બેઝબોલ મારી તેમજ કપાળમાં ભાગે તલવાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે વેપારીએ પૂર્વે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીઆઇ સૂરજ પટણીએ આ ચારેય અસમાજિક તત્વોને ઝડપી પાડી તેમનું સિમલા ગેટ પોલીસ ચોકીથી બારડપૂરા સુધી સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું.

