પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા તાજેતરમાં બાકી વેરા મિલકત ધારકો સામે કડક કાર્યવાહી હાથ ધરી કેટલીક મિલકતોને સીલ કરી બાકી વેરા મિલકત ધારકો પાસેથી બાકી વેરાની રકમ ભરપાઈ કરવાની કામગીરીને સૌએ સરાહની લેખાવી છે.
ત્યારે પાટણ શહેર કોંગ્રેસ સમિતિએ પણ આ બાકી વેરા વસુલાતની કામગીરીને આવકારદાયક લેખાવી પાટણ શહેરમાં કેટલાક રાજકીય આગેવાનોની મિલકતો તેમજ કેટલીક સરકારી કચેરીઓની પણ વેરાની બાકી રકમની વસુલાત કરવા પાલિકા દ્વારા કોઈપણ પ્રકારના ભેદભાવ વગર આવા લોકોની પાસેથી પણ બાકી વેરાની વસૂલાત માટે નકકર કામગીરી કરવામાં આવે અને પાટણ નગરપાલિકાને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવામાં આવે તેવી માંગ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

