બનાસકાંઠા જિલ્લા પોલીસે વર્ષ 2024માં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ, પોલીસે પ્રોહિબિશન, જુગાર અને NDPSના કેસોમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. વર્ષ દરમિયાન પોલીસે કુલ 14,425 પ્રોહિબિશનના કેસો નોંધ્યા હતા. જેમાં રૂ. 25 કરોડ 34 લાખ 35 હજારનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, જુગારની બદી સામે પણ કડક કાર્યવાહી કરતાં 451 કેસો નોંધી રૂ. 1 કરોડ 79 લાખ 99 હજાર 888નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
નશીલા પદાર્થોના વેચાણ અને હેરફેર સામે પણ પોલીસે સખત કાર્યવાહી કરી છે. NDPS એક્ટ હેઠળ 25 કેસો નોંધવામાં આવ્યા હતા. જેમાં રૂ. 3 કરોડ 21 લાખ 35 હજાર 46નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા પોલીસ દ્વારા DGP વિકાસ સહાયના માર્ગદર્શન મુજબ અને ચિરાગ કોરડીયાની સૂચના અનુસાર બનાસકાંઠા જિલ્લા દ્વારા દારૂ, જુગાર અને NDPS માં ખુબ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ પ્રવૃત્તિ સદંતર રૂપે બંદ થઈ એના માટે બનાસકાંઠા પોલીસ દ્વારા ખુબ મોટા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.