ઉત્તર ગુજરાતની બીઝેડ પોન્ઝી સ્કીમમાં વધુ એકની ધરપકડ

ઉત્તર ગુજરાતની બીઝેડ પોન્ઝી સ્કીમમાં વધુ એકની ધરપકડ

ઊંચા વ્યાજની લાલચે અનેક લોકો સલવાયા

ઉત્તર ગુજરાતમાં ચર્ચાસ્પદ બીઝેડ પોન્ઝી સ્કીમ અંતર્ગત મુખ્ય સૂત્રધાર ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ 27 ડીસેમ્બર 2024 ના રોજ મહેસાણા જિલ્લાના દવાડા ગામ પાસેના ફાર્મ હાઉસમાંથી કરવામાં આવી હતી.જેના એક વર્ષ બાદ તાજેતરમાં ફેલાયેલા કેટલાક સમાચારોમાં મુખ્ય આરોપીના પિતા પરબતસિંહ ઝાલાની પણ ધરપકડ થઈ છે.

સીઆઇડી  ક્રાઇમ દ્વારા અત્યાર સુધી ભૂપેન્દ્રસિંહ સહિત 8-10 આરોપીઓ (મુખ્યત્વે એજન્ટો) ની ધરપકડ કરવામાં આવી છે.2020 થી 2024 સુધી બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીસના નામે ચાલતી આ સ્કીમમાં આરબીઆઇની મંજૂરી વગર ડિપોઝિટ લેવામાં આવતી હતી.અને રોકાણકારોને વાર્ષિક 30-36 ટકા વ્યાજ તેમજ મોબાઇલ, ટીવી, ગોવા ટ્રિપ જેવી ગિફ્ટ્સની લાલચ આપવામાં આવતી હતી.

બીઝેડ ગ્રુપનો શરૂઆતમાં 6000 કરોડનો અંદાજ હતો, પરંતુ તપાસમાં લગભગ 450 કરોડના રોકાણની પુષ્ટિ થઈ છે. આમાંથી 172 કરોડથી વધુ રકમ રોકાણકારોને પરત નથી કરવામાં આવી.11,000 થી વધુ રોકાણકારો, જેમાં શિક્ષકો, ક્રિકેટર્સ (ગુજરાત ટાઇટન્સના કેટલાક ખેલાડીઓ સહિત) અને અન્ય વર્ગના લોકોનો સમાવેશ થાય છે.  તેમની પૂછપરછમાં ક્રિપ્ટોકરન્સી અને વિદેશમાં રોકાણના ખુલાસા થયા છે. સીઆઇડીએ 17 બ્રાન્ચીસ પર દરોડા પાડ્યા અને અનેક મિલકતો પણ કબજે કરી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *