સાબરકાંઠા એલ.સી.બીએ ટ્રકમાંથી 37 લાખના વિદેશી દારૂ સાથે એકની ધરપકડ

સાબરકાંઠા એલ.સી.બીએ ટ્રકમાંથી 37 લાખના વિદેશી દારૂ સાથે એકની ધરપકડ

સાબરકાંઠા એલ.સી.બીએ બાતમી આધારે ગત રાત્રીના સમયે હિંમતનગરના કાંકરોલ ઓવરબ્રિજ નજીકથી ટ્રક મારફતે સફેદ પાઉડરની આડમાં લઈ જવાતા વિદેશી દારૂની કિં. રૂ. 37.57 લાખની 463 બોટલો મળી આવી હતી. જેને લઈને ટ્રક સહીત રૂ. 47 લાખનો મુદ્દામાલ કબજે લઈને ટ્રક ચાલકને ઝડપી લીધો હતો અને હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં છ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

શામળાજીથી હિંમતનગર નેશનલ હાઈવે 48 પર કાંકરોલ ઓવરબ્રિજ પાસે શામળાજી તરફથી અમદાવાદ તરફ જતી ટ્રક નં. MH-HH-6827 ટ્રકને બ્લોક કરીને ઉભી રાખી હતી. જેમાં તપાસ કરતા સફેદ પાઉડરના બેગો મળી આવી હતી. જેની આડમાં વિદેશી દારૂની 463 પેટીઓમાં 11,532 બોટલો રૂ. 37,57,620 મળી આવ્યો હતો. જેને લઈને 1 નંગ મોબાઈલ રૂ. 5000, રોકડ રૂ. 1800 તથા ટ્રક રૂ. 10 લાખ મળી કૂલ રૂ. 47,64,420નો મુદ્દામાલ ઝડપાયો હતો. સાથે જ ટ્રકચાલક લુના સ/ઓ બાલા અલસા જાટની પોલીસે ધરપકડ કરી છે અને અન્ય પાંચ સામે હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનોં નોંધી તેમને પકડવાની તપાસ હાથ ધરી છે.

subscriber

Related Articles