શિહોરી થરા કંબોઈ મોટા ગામોમાં લોકો બંધ પાળી એકઠા થયા આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો
રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના એક તરફી વિભાજન કરી ઓગડ નવો જિલ્લો બનાવવાને બદલે વાવ- થરાદ જિલ્લો બનાવી કાંકરેજ તાલુકાનો તેમાં સમાવેશ કરતાં કાંકરેજ તાલુકાના શિહોરી થરા કંબોઈ સહિત એક્સોથી વધુ નગર ગામોમાં ભારે આક્રોશનો જુવાળ પેદા થયો છે. કાંકરેજ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ જોતાં તે પાટણ જિલ્લામાં અથવા બનાસકાંઠા જિલ્લામાં હોવો જોઇએ પરંતુ કોઈપણ પ્રકારનો અભ્યાસ કર્યા વગર વાવ- થરાદ જિલ્લામાં આઠ તાલુકા અને ચાર નગરપાલિકા જ્યારે જુના બનાસકાંઠા જિલ્લામાં છ તાલુકા અને બે નગર પાલિકા રાખવામાં આવી લોકો કહે છે કે આ રાજકીય ડ્રામા બાજી કરી લોકોને રેલ્વેની જેમ ગુમરાહ કરી લાગ્યું ટી તીર નહિતર તુક્કો એવી હાલત કરી છે.
ગઇકાલે કાંકરેજ તાલુકાના થરા કંબોઈ નગરમાં લોકોએ સંયમભૂ સજ્જડ બંધ રાખી પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો અને કહ્યું હતું કે,જો આનું યોગ્ય પરિણામ નહીં મળે તો આખા તાલુકાની પ્રજા ઉગ્ર વિરોધ કરી સરકારની ઉંઘ ઉડાડશે.કાંકરેજ તાલુકાની પ્રજા વેદના બાબતે સહકારી ખેડૂત આગેવાનો ચુપકીદી સામે પણ અનેક સવાલો થઈ રહયા છે.ગઈકાલના સજજડ બંધના પ્રત્યાઘાત રાજ્યકક્ષાએ પડયા હોવાનું ચર્ચાના ચકડોળે છે કારણકે ગ્રામ તાલુકા જિલ્લા પંચાયતની ચુંટણીઓના પડઘમ વાગે તો આ પ્રજાનો આક્રોશ નડે એટલે કેટલાક વિશ્લેષકો એવુ કહે છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.