આશરો સેવાકીય સંસ્થાના ચેરમેન અને તેમની ટીમ સાથે સ્વામી પરિવારના પ્રમુખની સેવા પ્રવૃત્તિ સરાહનીય બની મકરસંક્રાંતિ પવૅની જરૂરિયાત મંદ પરિવારના બાળકો પણ ઉજવણી કરી શકે તેવી સેવા ભાવના સાથે પાટણની સેવાકીય આશરો સંસ્થાના રોહિત પટેલ અને તેમની ટીમ સાથે પાટણ સ્વામી પરિવાર ના પ્રમુખ યશપાલ સ્વામી દ્વારા પાટણમાં મજુરી કામ માટે પરિવાર સાથે આવેલ કામદાર ના દીકરા-દીકરી ઓને પતંગ, ફીરકી,ચશ્મા,ગુબ્બારા સાથે ચીકી,ઉધયુ, જલેબી, ફાફડા નું વિતરણ કરવામાં આવ્યુ હતું. તો ગૌમાતાને લીલો ઘાસચારો,ગોળ ખવરાવી પક્ષીઓને ચણ નાખી ગૌશાળા માટે દાન એકત્ર કરી મકરસંક્રાંતિ પવૅની ઉજવણીને યાદગાર બનાવી હતી.પાટણની આશરો સેવાકીય સંસ્થાના રોહિત પટેલ અને તેમની ટીમ સાથે સ્વામી પરિવારના પ્રમુખ યશપાલ સ્વામીની આ સેવા પ્રવૃતિને શહેરીજનોએ સરાહનીય લેખાવી હતી.
- January 15, 2025
0
23
Less than a minute
You can share this post!
editor