પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પીએસઆઈની માનવતા મહેકી
બાઈક ચાલકોને ફરજિયાત હેલમેટ પહેરવા અપીલ કરી
પાટણના સંખારી ત્રણ રસ્તા નજીક શનિવાર ની સાજે બાઈક લઈને પસાર થઈ રહેલ આશા સ્પદ યુવાન ઝાડ સાથે ધડાકાભેર અથડાતા તેને ગંભીર ઈજાઓ પહોચતા તેનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતની મળતી હકીકત મુજબ પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક ની વેદ સોસાયટીમાં રહેતા અનિરુદ્ધ ભાઈ સાધુ નો 22 વષૅ નો પુત્ર સોહમ સાધુ શનિવારે સાંજના સુમારે પોતાનું બાઈક લઈને પાટણ સંખારી માગૅ પરથી પસાર થઇ રહ્યો હતો.ત્યારે કોઈ કારણસર તે રોડ સાઈડના ઝાડ સાથે ટકરાતા તેને ગંભીર ઈજા થવા પામી હતી.
આ અકસ્માત સમયે ઘટના સ્થળ નજીકથી પસાર થઇ રહેલા પાટણ ક્રાઈમ બ્રાન્ચ મા ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.પી.મંડલિકે તાત્કાલિક પોતાની સરકારી જીપ ઉભી રાખી 108 ને જાણ કરી પોતાની માનવતા બતાવી યુવક ની હાલત ને જોતા તેઓએ ઘાયલ યુવાનને તાત્કાલિક પોતાની સરકારી જીપમાં લઈને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવા રવાના થયા હતા જોકે રસ્તામાં 108 સામે મળતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે 108 મા સિફટ કરવામાં આવ્યો હતો.જોકે યુવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનો માં શોક છવાઈ જવા પામ્યો હતો. પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ મા ફરજ બજાવતા પીએસઆઈ એન.પી.મંડલિકે અકસ્માત દરમ્યાન દાખવેલી પોતાની માનવતાને લોકો એ સરાહનીય લેખાવી હતી તો તેઓએ પણ બાઈક લઈ નિકળતા લોકોને હેલમેટ પહેરવાનો નિયમ પોલીસ માટે નહીં પરંતુ પોતાની સુરક્ષા માટે હોય ફરજિયાત હેલમેટ પહેરવા તેઓએ અપીલ કરી હતી.

