જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું; રતનપુર થી મેરવાડા વચ્ચેનો બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધ

જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું; રતનપુર થી મેરવાડા વચ્ચેનો બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધ

બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું; બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા કાયદો અને વ્યવસ્થા તથા સુખાકારી સગવડો સારૂ ગુજરાત પોલીસ (સને-૧૯૫૧ ના ૨૨ મા) અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મહત્વનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. જે અંતર્ગત પાલનપુર તાલુકાના રતનપુર થી મેરવાડા ગામ વચ્ચે આવેલ બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ રૂટ ઉપર ભારે વાહનોને ડાયવર્ટ કરવા હુકમ કરાયો છે.

ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટઃ-

(૧) રતનપુર ચોકડી થી મેરવાડા ચોકડી (પાલનપુર થી અંબાજી) જવા

> રતનપુર ચોકડી- લાલાવાડા- વગદા- ખારોડિયા- સેમોદ્રા- મેરવાડા ચોકડી (લંબાઈ-૧૨.૯ કિમી)

(૨) મેરવાડા ચોકડી થી રતનપુર ચોકડી (અંબાજી થી પાલનપુર) જવા

> મેરવાડા ચોકડી- સેમોદ્રા- ખારોડિયા- વગદા- લાલાવાડા- રતનપુર ચોકડી (લંબાઈ-૧૨.૯ કિમી) રહેશે.

આ પ્રતિબંધિત હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ તથા ૧૩૫ તેમજ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

કાર્યપાલક ઈજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ, પોલીસ અધિક્ષક, બનાસકાંઠા-પાલનપુર, કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), બનાસકાંઠા-પાલનપુર તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, પાલનપુરની ભલામણને અનુરૂપ આ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *