કુલ ૧૯ બાકીદારોને ૫૦,૦૦૦ થી વધુ રકમની સ્ટેમ્પ ડ્યૂટી વસુલાતની કાર્યવાહી હાથ ધરાઈ
બનાસકાંઠા જિલ્લામાં સ્ટેમ્પ ડ્યૂટીના કેસ સંદર્ભે જણાવવાનું કે, ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮ ની કલમ ૩૨(ક), ૩૩ અને ૫૩(ક) હેઠળ ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટીની વસુલાત માટે જરૂરી હુકમો કરવામાં આવ્યા છે. યોગ્ય સમય મર્યાદામાં સ્ટેમ્પ ડ્યૂટીની ભરપાઈ ન કરવામાં આવતા, સંબંધિત પક્ષકારો સામે ગુજરાત જમીન મહેસુલ સંહિતા-૧૮૭૯ ની જોગવાઈ મુજબ બાકી રકમ જમીન મહેસુલની બાકી તરીકે વસુલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાના અંદાજે ૫૦,૦૦૦ થી વધુ આવા કેસોમાં, સંલગ્ન પક્ષકારોને ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટીની વસુલાત માટે વિવિધ નોટિસો આપવામાં આવી હોવા છતાં પણ ઘણા પક્ષકારોએ હજી સુધી રકમ ભરપાઈ કરી નથી.આ માટે દરેક પક્ષકારોને ફરીથી જણાવવામાં આવે છે કે, તેઓ ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટીની રકમ, તેમજ તેની ઉપર લાગુ થતી વ્યાજ અને સરચાર્જ સહિતની કુલ રકમ તાત્કાલિક ભરપાઈ કરે. જો સમય મર્યાદામાં ભરપાઈ નહીં કરવામાં આવે તો મહેસુલ સંહિતા- ૧૮૭૯ની કલમ-૧૫૪/૧૫૫ હેઠળ તેમની સ્થાવર કે જંગમ મિલકતની જાહેર હરાજી કરીને બાકી રકમ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ બાબતે નીચે મુજબની યાદી મુજબના પક્ષકારોને ૧૮/૦૭/૨૦૨૫ ના રોજ નોટિસો આપવામાં આવી છે. જેમાં પાલનપુર, થરાદ, ડીસા, દાંતીવાડા, ધાનેરામાં થઈને કુલ ૧૯ બાકીદારોને બાકી રહેતી રકમની જપ્તીની નોટિસ આપેલ છે. પાલનપુરમાં કૈલાશ ઇન્ડસ્ટ્રીઝને ૫૧,૫૦૦ રૂપિયા, પાર્થ ઓનર્સ એસોસિએશનને ૨,૨૭,૭૫૦ રૂપિયા, થરાદમાં સાવિત્રીબેન તે મહેશ્વરી ચેતનદાસ વૈધ વ્યાસના સુહાગનને ૧,૦૦,૦૦ રૂપિયા, મહેશ્વરી વાસુદેવ ઉત્તમચંદ, મહેશ્વરી શ્રવણકુમાર ઉત્તમચંદ અને મહેશ્વરી અશોકકુમાર ઉત્તમચંદ અને મહેશ્વરી તનસુખભાઈ ઉત્તમચંદને ૫૫,૫૯૦ રૂપિયા, ઠક્કર શારદાબેન રસિકલાલને ૧,૪૫,૪૩૧ રૂપિયા, ડીસામાં લખધીર દાદુભાઇ નારણભાઈને ૬૪,૮૫૫ રૂપિયા, મનીષકુમાર જયંતીલાલ બાદરમલ શાહને ૬૮,૪૭૦ રૂપિયા, શાહ સુરેશચંદ્ર મણીલાલને ૬૯,૬૦૨ રૂપિયા જોરાભાઈ વાલાભાઈ દેસાઈને ૫૦,૬૪૮ રૂપિયા મેસર્સ મોર્ડન સ્પિનિંગ મિલ્સના ભાગીદારોને ૨,૯૪,૯૬૮ રૂપિયા, મહેશ્વરી જયવંતીબેન જયેશકુમારને ૬૭,૫૨૪ રૂપિયા, ઉત્તમ લાલ પરખાજી શાહ અને મનોહરસિંહ ધનસિંહ ઠાકોરને ૫૨,૧૨૦ રૂપિયા, શાહ કાશ્મીરાબેન પ્રવીણચંદને ૫૫,૯૦૬ રૂપિયા, દાંતીવાડામાં શાહ લલિતકુમાર નેમચંદને ૭૮,૯૭૮ રૂપિયા, ધાનેરામાં કણબી મહાદેવભાઇ માનાભાઈ અને કણબી દેવરાજભાઈ ખેમાભાઈને ૯૭,૫૫૩ રૂપિયા, પટેલ (વાગડા) જગારામ હેમાજીને ૮૪,૬૦૦ રૂપિયા, ઠક્કર દેવનદાસ પ્રાગમલજીને ૬૮,૯૧૦ રૂપિયા, પ્રજાપતિ પ્રેમાભાઈ દોલાભાઈને ૧,૬૦,૨૦૦ રૂપિયા બાકી રહેતી જપ્તીની રકમ છે. તેથી તમામ સંબંધિત પક્ષકારોએ જરૂરી પગલાં લેવા જણાવવામાં આવે છે જેથી હરાજી જેવી કડક કાર્યવાહીથી બચી શકાય તેમ નાયબ કલેક્ટરશ્રી સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર, પાલનપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

