રોડ નહિ તો વોટ નહિ; છાપી થી ફતેગઢ સુધીનો માર્ગ છેલ્લા ચાર વર્ષથી બિસ્માર

રોડ નહિ તો વોટ નહિ; છાપી થી ફતેગઢ સુધીનો માર્ગ છેલ્લા ચાર વર્ષથી બિસ્માર

કોટડી રોડ ઉપર આવેલ હાઈસ્કૂલ ના ૧૫૦૦ છાત્રો ને ચોમાસામાં ઢીંચણ સમાં પાણી માંથી પસાર થવું પડે છે.

કેવી રીતે ભણવા જશે વિદ્યાર્થીઓ, સરકાર ક્યારે જાગશે; વડગામ તાલુકાના છાપી થી ફતેગઢ તરફ જતો એપ્રોચ રોડ છેલ્લા ચાર વર્ષ થી ખખડધજ બનતા વાહન ચાલકો સહિત સ્કૂલ માં અભ્યાસ માટે જતા છાત્રો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે આ રોડ બનાવવા અનેક રજૂઆતો કરવા છતાં વિકાસ નો ઢોલ પીટતી સરકાર ને રોડ બનાવવામાં કયો ગ્રહ નડી રહ્યો છે.તેવો લોકો સવાલ કરી રહ્યા છે.

ગુજરાત સરકાર રોડ રસ્તા આરોગ્ય અને સ્વચ્છતા ને લઈ મોટા મોટા દાવાઓ કરી રહી છે.ત્યારે વડગામ તાલુકાના છાપી થી વાયા કોટડી થઈ ફતેગઢ તરફ જતો રોડ ની છેલ્લા ચાર વર્ષ થી બિસ્માર હાલત માં જોવા મળે છે.રોડ ને પહોળો કરવા સાથે નવીન બનાવવા અનેક રજૂઆતો તંત્ર ને કરવા છતાં વર્ક ઓર્ડર મળતો ન હોવાનું સ્થાનિક તંત્ર જણાવી રહ્યું છે. છાપી ના જ્યોતિનગર માં આવેલ હાઇસ્કુલ માં અભ્યાસ અર્થે જતા આશરે ૧૫૦૦ છાત્રો આ ડિસ્કો રોડ ઉપર થી પસાર થવા મજબુર બન્યા છે.જ્યારે વરસાદ માં ઢીંચણ સમાં પાણી માંથી પસાર થવા મજબુર બન્યા છે. જર્જરિત રોડ ને પહોળો કરી નવો બનાવવા ગુજરાત ના મૃદુ અને મકમ ની છાપ ધરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ યોગ્ય નિર્ણય કરી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ દૂર કરે તેવી માંગ ઉઠવા પામી છે.

રોડ નહિ તો વોટ નહિ; છાપી થી ફતેગઢ રોડ ની દયનિય હાલત થી કંટાળેલા કોટડી, પસવાદલ , માનપુરા , ધારેવાડા, કોદરાણી, એદરાણા , નાંદોત્રા સહિત ના પંદર જેટલા ગામો ના લોકો એ આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી માં રોડ નહિ તો વોટ નહિ આપવાની ચીમકી ઉચ્ચારી હોવાનું જાણવા મળે છે.

ચોમાસામાં વરસાદ ના કારણે ઢીંચણ સમા પાણી ભરાય છે; છાપી થી જ્યોતિનગર સુધી સામાન્ય વરસાદમાં પણ ઢીંચણ સમા પાણી ભરાવવા ના કારણે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ ને ઢીંચણ સુધી પાણી માંથી પસાર થવા મજબુર બનવું પડે છે. ત્યારે ‘કેવી રીતે ભણવા જશે ‘ વિદ્યાર્થી  તેવો સવાલ ઉઠવા પામ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *