ગુજરાત ક્રિકેટ એસો.માંથી 4 યુવતીની એલીટ કેમ્પ માટે પસંદગી થઈ; ભારતની મહિલા ક્રિકેટ અંડર 19 માં ડીસાની નિધિ દેસાઈની પસંદગી થઈ છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાંથી ચાર યુવતીની એલીટ કેમ્પ માટે પસંદગી થઈ છે. બેંગ્લોર ખાતે કેમ્પ યોજાનાર છે. નિધીના કોચે જણાવ્યું કે ડીસાના ન્યૂ ટીસીડી ક્રિકેટ મેદાનમાં નિધિ પાછલા દસ વર્ષથી પ્રેક્ટિસ કરે છે. ડીસા સ્પોર્ટ્સ ક્રિકેટ એન્ડ ચેરીટેબલ એકેડેમીની મહિલા ખેલાડી અને ન્યૂ ટીસીડી ક્રિકેટ મેદાન ઉપર ક્રિકેટ કોચિંગ લઈ રહેલી નિધિ દેસાઈનીબીસીસીઆઈ અન્ડર 19 ઇન્ડિયાની મહિલા એલીટ કેમ્પ માટે પસંદગી કરવામાં આવી છે. તેમનો કેમ્પ બેંગ્લોર ખાતે યોજવામાં આવનાર છે.
હાલમાં નિધિ ગુજરાત ક્રિકેટ એસોસિએશનની મહિલા અંડર 19 ટીમ તરફથી રમી રહી છે. નિધિ છેલ્લા દસ વર્ષથી ડીસાના ન્યુ ટીસીડી ક્રિકેટ મેદાન ઉપર ડીસા એકેડમીના ચીફ કોચ વિપુલ આલ અને લેવલ-1 કોચ બીસીસીઆઇ શૈલેષ મકવાણાના કોચિંગ તૈયાર થઈ રહી છે. આ અંગે વિપુલ આલે જણાવ્યું કે ન્યુ ટીસીડી ક્રિકેટ મેદાન પર દર વર્ષે અંતરિયાળ ગામના ખેલાડીઓને શોધીને રમવા માટે પ્લેટફોર્મ પૂરું પડે છે. જે ગુજરાત લેવલે તેમજ વિદેશ રમવા જતા હોય છે. નિધિની બીસીસીઆ અન્ડર 19માં પસંદગી થી બનાસકાંઠા એસોસિએશનના વહીવટદાર ધીરજ જોગાણી, માનદ મંત્રી તરુણ જોશી, ટ્રેઝરર ધર્મેશ વ્યાસ, સેક્રેટર લલિત પ્રજાપતિએ નિધિ દેસાઈ ને અભિનંદન પાઠવ્યા છે.
લાખણી માર્કેટયાર્ડના ચેરમેનની દીકરીની ક્રિકેટ ક્ષેત્રે જવલંત સફળતા; મોટા કાપરા ગામના અને લાખણી માર્કેટયાર્ડના યુવા ચેરમેન નારણભાઈ નાગજીભાઈ દેસાઈ ની દીકરી નિધિ દેસાઈએ નાની ઉંમરમાં ક્રિકેટ ક્ષેત્રે જવલંત સફળતા મેળવી છે તેઓ એ ડીસા અને અમદાવાદ ખાતે રહી ક્રિકેટ ક્ષેત્રમાં ટ્રેનિંગ પ્રાપ્ત કરી ભારતની મહિલા ક્રિકેટ અંડર 19 ટીમ માં પસંદગી પામી છે.