બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસની સ્થિતિમાં નવો વળાંક આવ્યો છે. પાલનપુર અર્બન વિસ્તારમાંથી એક નવો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 3 થઈ ગઈ છે. જિલ્લા એપિડેમિક અધિકારી ભારમલભાઈના જણાવ્યા અનુસાર, આરોગ્ય વિભાગે 40 વર્ષીય મહિલાનો શંકાસ્પદ કોરોના સેમ્પલ લીધો હતો. આ સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલાને તરત જ હોમ આइસોલેશનમાં રાખવામાં આવ્યા છે. અગાઉ જિલ્લામાં 3 એક્ટિવ કેસ હતા, જેમાંથી એક દર્દીએ કોરોના સામે જીત મેળવી છે. નવા કેસ સાથે જિલ્લામાં ફરી એક્ટિવ કેસની સંખ્યા 3 થઈ છે. હાલમાં તમામ કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
- May 31, 2025
0
419
Less than a minute
You can share this post!
editor

