ઉંઝા માર્કેટ યાર્ડમાં મસાલાની ચીજોની નવા માલની આવકો શરૂ

ઉંઝા માર્કેટ યાર્ડમાં મસાલાની ચીજોની નવા માલની આવકો શરૂ

જીરા નવા માલની ૪૫૦ થી ૫૦૦ તેમજ વરિયાળી નવા માલની ૮૦૦ થી ૧૦૦૦ ગુણીની આવકો નોધાઈ

જીરામાં વાયદો નરમ રહેતાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો; ઉંઝા માર્કેટયાર્ડમાં મસાલાની ચીજો જીરુ, વરિયાળી અને અજમાની નવા માલની આવકો શરૂ થઈ છે. જ્યારે ઈસબગુલની નવી માલની આવકો એપ્રિલ આખરમાં શરૂ થશે. જીરાની હાલ નવા માલની આવકો ૪૫૦ થી ૫૦૦ બોરી તેમજ વરિયાળીના નવા માલની આવકો ૭૦૦ થી ૧૦૦૦ ગુણી જોવા મળી રહી છે. ઈસબગુલની નવા માલની આવકો એપ્રિલ આખરમાં શરૂ થશે.

હાલ જીરાની નવા માલની આવકો ૪૫૦ થી ૫૫૦ બોરી જોવા મળી રહી છે. જ્યારે જુના માલનો આવકો ૮ થી ૯ હજાર ગુણી રહેવા પામી છે. જેના સરેરાશ મણના ભાવ ૩૮૦૦ થી ૪૧૦૦ રૂપિયા જ્યારે સારા માલના ભાવ ૪૦૦૦ થી ૪૨૦૦ રૂપિયા રહ્યા છે. વાયદો નરમ રહેતાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. હાલ જીરાની આવકો રાજકોટ, ગોંડલ, હળવદથી આવી રહી છે. રાજસ્થાનમાંથી નવા માલની આવકો માર્ચ આખરમાં જોવા મળશે. જ્યારે ઉત્તર ગુજરાતની નવા માલની આવકો ફેબ્રુઆરી આખરમાં શરૂ થશે. જીરાની નવા માલની આવકો ફેબ્રુઆરી સુધી માપની રહેશે. જ્યારે માર્ચમાં આવકો જોર પકડશે. માર્ચમાં પાકનો અંદાજ મળી જશે. જીરામાં તેજી થશે કે નહિ તે ઘરાકી અને નવા માલના ઉત્પાદન પર આધાર રહેશે. ઘરાકી સારી અને ઉત્પાદન ઓછું તો તેજી થવાની સંભાવના રહેશે.

માર્કેટયાર્ડમાં વરિયાળીની નવા માલોની આવકો ધીમે ધીમે શરૂ થવા પામી છે. હાલ નવા માલની દૈનિક ૮૦૦ થી ૧૦૦૦ બોરીની આવકો જોવા મળી રહી છે. વરિયાળીના મણના સરેરાશ ભાવ ૧૧૦૦ થી ૧૩૫૦ રૂપિયા જોવા મળી રહ્યા છે. જ્યારે સારા માલના ભાવ ૧૫૦૦ થી ૧૬૦૦ રૂપિયા અને આબુરોડ બેસ્ટ કલર માલના ભાવ ૪૩૦૦ થી ૯૦૦૦ રૂપિયા રહેવા પામ્યા છે. નવી વરિયાળીના મણના ભાવ ૩૫૦૦ થી ૭૦૦૦ રૂપિયા રહ્યા છે. હાલ વરિયાળીની આવકો રાજસ્થાન આબુરોડથી આવી રહી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં વાવેતર મોડું અને ઓછું હોવાથી આવકો માર્ચથી શરૂ થશે. વરીયાળીમાં એકસપોર્ટ અને દેશાવરની ઘરાકી માપની છે. ઉઝા એપીએમસી ફેબ્રુઆરી મહિના સુધી રાજસ્થાનની આવકો ઉપર નિર્ભર રહેશે જ્યારે ઉત્તર ગુજરાતની આવકો માર્ચથી શરૂ થશે.

૨૦ કિલોના ભાવ

જીરૂં સરેરાશ ભાવ :- ૩૮૦૦ થી ૪૧૦૦ રૂપિયા

સારા માલના :- ૪૦૦૦ થી ૪૨૫૦ રૂપિયા

વરીયાળી સરેરાશ ભાવ :- ૧૧૦૦ થી ૧૩૫૦ રૂપિયા

સારામાલના :- ૧૫૦૦ થી ૧૬૦૦ રૂપિયા

આબુરોડ બેસ્ટ કલર માલના :- ૪૩૦૦ થી ૯૦૦૦ રૂપિયા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *