કેટલાક નાસ્તાની લારીઓ વાળા પાસેથી ગંદકી ના નામે સ્થળ પર દંડ વસુલાયો તો કેટલાક ને બક્ષવામાં આવ્યા જૂનાગંજમાં પાલિકાની મંજૂરી વગર પતગ દોરીના સ્ટોલ ઉભા કરનારને પણ પાવતી આપી રકમ ભરપાઈ કરાવી
પાટણ શહેર ને સ્વચ્છ-સુંદઢ અને ટ્રાફિક મુક્ત બનાવવા પાલિકા પ્રમુખ તેમજ સ્વચ્છતા શાખાના ચેરમેન સહિતની ટીમે કમર કસી હતી તેઓએ રાત્રે શહેરના કનસડા દરવાજા થી રેલવે સ્ટેશન અને જુનાગંજ બજાર વિસ્તારમાં રાઉન્ડ લગાવી નાસ્તાની લારીઓ વાળા દ્વારા કરાતી ગંદકી બાબતે તેઓ પાસેથી સ્થળ પર દંડની રકમ વસૂલ કરી લારીની આજુબાજુ ગંદકી ન કરવા અને ટ્રાફિકની અડચણ થાય નહીં તે રીતે પોતાની નાસ્તાની લારીઓ ઊભી રાખવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી તો શહેરના જૂના ગંજ બજારમાં નગરપાલિકાની મંજૂરી વગર પતંગ દોરીના સ્ટોર ઊભા કરનાર કેટલાક વેપારીઓ ને કાયદેસરની પાવતી આપી નગરપાલિકા માં રકમ જમા કરાવવાની ફરજ પાડવામાં આવી હતી.
પાટણ નગરપાલિકા પ્રમુખને સ્વચ્છતા શાખાના ચેરમેન સહિતની ટીમ દ્વારા રાતે પાટણ શહેરને સ્વચ્છ, સુંદર અને ટ્રાફિક મુક્ત બનાવવા હાથ ધરાયેલી કામગીરી દરમિયાન કેટલાક નાસ્તાની લારી વાળાઓએ આક્ષેપો કરતાં શહેર કોગ્રેસ પ્રમુખ દિપકભાઈ પટેલ ને સ્થળ પર બોલાવી પાલિકા પ્રમુખ અને સ્વચ્છતા શાખાના ચેરમેન સહિત પાલિકા ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી મા વ્હાલા- દવલા ની નિતિ અપનાવવામાં આવી હોવાનું જણાવી પોતાનો રોષ વ્યક્ત કરતાં શહેર કોગ્રેસ પ્રમુખે આ બાબતે પાલિકા સતાધીશો દ્રારા શહેર ને સ્વચ્છ, સુંદર અને ટ્રાફિક મુકત બનાવવાની કામગીરી દરમ્યાન વ્હાલા- દવલા ની નિતિ બંધ કરી તમામ સામે એક જ નિતિ થી કામગીરી કરવા જણાવી વિપક્ષના લોકો પણ શહેર ને સ્વચ્છ સુંદર અને ટ્રાફિક મુક્ત બનાવવાની કામગીરીમાં સહયોગી બનશે તેમ જણાવ્યું હતું.