પાટણ શહેરમાં સજૉયેલ ભૂગર્ભ ગટરની સમસ્યાના નિરાકરણ મામલે પાલિકા પ્રમુખે વિવિધ સ્થળોની મુલાકાત લીધી

પાટણ શહેરમાં સજૉયેલ ભૂગર્ભ ગટરની સમસ્યાના નિરાકરણ મામલે પાલિકા પ્રમુખે વિવિધ સ્થળોની મુલાકાત લીધી

જીયુડીસી અને ભૂગર્ભ ગટર શાખાના કમૅચારીઓને સમસ્યાના નિરાકરણ માટે કડક સુચનાઓ અપાઈ

પાટણ શહેરમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસી રહેલા મેઘરાજાના કારણે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઉઘરાવવાની સમસ્યાઓ ઉદભવતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ભૂગર્ભ ગટરની સમસ્યા મામલે પાલિકા પ્રમુખ ને મળેલી રજુઆત ને પગલે શનિવારે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે શહેરના જીલ રેસીડેન્સી ખાલકશા પીર પાસે ના વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેઓએ સ્થાનિક રહીશો સાથે વાતચીત કરી તેઓની રજૂઆતને ધ્યાને રાખીને તાત્કાલિક સ્થળ પર જીયુડીસી તેમજ વોડૅ ઇસ્પેક્ટર તથા ભૂગર્ભ શાખાના કર્મચારીઓને બોલાવી સમસ્યાના નિરાકરણ માટે ની કામગીરી શરૂ કરાવી જરૂરી સૂચનાઓ આપી હતી. આ સાથે પાલિકા પ્રમુખે સૂર્યાનગર પંપીંગ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી અને વોર્ડ નંબર 10 ના કોર્પોરેટરની રજૂઆતને આધારે વિસ્તારના ભઠ્ઠીવાડા વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવા ભૂગર્ભ શાખા ના સ્ટાફ સાથે હાજર રહી તાત્કાલિક ધોરણે આ સમસ્યાના નિરાકરણ ની કામગીરી માટે સૂચના આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *