ઊંઝા શહેરમાં અવિ બેંગલોઝના મકાન નંબર 76 આગળ પાર્ક કરેલી ₹60,000ની કિંમતની મોટર સાઇકલની ચોરી થઈ છે. આ અંગે ઊંઝા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના તેરવાડા ગામના ભૂપતજી મેલાજી ઠાકોર હાલ ઊંઝાના અવિ બેંગલોઝના મકાન નંબર 76 ખાતે રહે છે.
ભૂપતજી ઠાકોરે તેમની કાળા કલરની હીરો કંપનીની મોટર સાઇકલ, જેની કિંમત ₹60,000 છે, તે 13 ઓક્ટોબર, 2025ના રોજ રાત્રિના સમયે ઘર આગળ પાર્ક કરી હતી. કોઈ અજાણ્યો ઇસમ આ મોટર સાઇકલ ચોરી કરીને લઈ ગયો હતો. ચોરી થયા બાદ શોધખોળ કરવા છતાં મોટર સાઇકલ ન મળતા, ભૂપતજી ઠાકોરે ઊંઝા પોલીસ સ્ટેશનમાં મોટર સાઇકલ ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

