બનાસકાંઠાના બજારોમાં આધુનિક છત્રી અને રેઈનકોટનું આકર્ષણ

બનાસકાંઠાના બજારોમાં આધુનિક છત્રી અને રેઈનકોટનું આકર્ષણ

બનાસકાંઠા જિલ્લામાં આ વખતે ભરપુર વહેલા વરસાદના કારણે છત્રી અને રેઇનકોટનું બજાર ગરમાયુ છે. તેથી ગ્રાહકોની ભીડ વચ્ચે તેજીના માહોલથી વેપારીઓ ખુશખુશાલ રણ ધરાવતા જિલ્લામાં અપૂરતો વરસાદ પડે છે પણ ચાલુ વર્ષે વહેલો વરસાદ થયો છે. અને ત્રણેય રાઉન્ડમાં ધોધમાર વરસીને મેઘરાજાએ જાણે હેત વરસાવ્યું છે. આ વર્ષે પણ સારા વરસાદની આશાએ વેપારીઓએ અવનવી વેરાઈટીની છત્રીઓ અને આધુનિક રેઇનકોટનો ખડકલો કરી દીધો હતો. સદનસીબે આ વખતે વહેલો વરસાદ થયો હતો. તેથી છત્રી અને રેઇનકોટ બજારમાં ઘરાકી ખુલી હતી.પાછળથી પણ મુશળધાર વરસાદ થતા છત્રી અને રેઇનકોટની માંગ વધી પડી હતી.તેથી બજારમાં તેજીનો માહોલ છવાયેલો છે.જોકે વેપારીઓને હજુ પણ ભરપૂર વરસાદ થતાં ઘરાકી વધવાની આશા છે.

રેઇનકોટ અને છત્રી બનાવવાનું સૌથી મોટું બજાર કલકત્તા તેમજ દિલ્હીમાં જિલ્લાના વેપારીઓ ત્યાંથી માલ ખરીદે છે. આ વખતે અલગ અલગ વેરાઈટીની આકર્ષક છત્રીઓ અને રેઇનકોટ શહેરી બજારોની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે. સતત વરસાદના કારણે હાલમાં વેપારીઓનો માલ વેચાઈ રહ્યો છે. તેથી છત્રી બજાર ચોમાસામાં પૂરેપૂરું ભીંજાઈ ઉઠ્યું છે.ચાલુ વર્ષે મટીરીયલ અને ટ્રાન્સપોર્ટના ભાવ વધતા રેઇનકોટ અને છત્રીના ભાવમાં ૧૦ થી ૨૦ ટકાનો વધારો થયો છે. જેમાં છત્રી ૧૦૦ થી માંડી ૫૦૦ રૂપિયા અને રેઇનકોટનું ૨૫૦ થી માંડી ૨૦૦૦ ના ભાવમાં વેચાણ થાય છે.તેમ વેપારીઓએ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *