ડીસા – રાજપુર વિસ્તારમાં બનાસ નદીના પટમાંથી રેતી માફિયા ખૂલ્લેઆમ ખનીજ સંપત્તિનું ખનન

ડીસા – રાજપુર વિસ્તારમાં બનાસ નદીના પટમાંથી રેતી માફિયા ખૂલ્લેઆમ ખનીજ સંપત્તિનું ખનન

સરકારી તિજોરીને ચુનો છતાં તંત્રનું મૌન: ડીસા -રાજપુર વિસ્તારમાં બનાસ નદીના પટમાંથી રેતી માફિયા ખૂલ્લેઆમ ખનીજ સંપત્તિનું ખનન કરી વિવિધ વાહનોમાં વહન કરી સરકારી તિજોરીને ચૂનો ચોપડી રહ્યા છે વળી કોઈ પણ પ્રકારની પરવાનગી,લાયસન્સ કે રિફલેકટર લગાવ્યા વિનાના ટ્રેક્ટરોમાં બેફામ કોઈ પણ પ્રકારના આવરણ ઢાંક્યા વિના પૂરઝડપે દોડી રહ્યા છે.

આ મામલે મીડિયામાં અવારનવાર સનસનીખેજ અહેવાલો પ્રસિદ્ધ કરવા છતાં મામલતદાર કે ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતી ભરીને રોયલ્ટી ચોરી કરનારા ટ્રેક્ટર ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં ન આવતી હોવાના આક્ષેપ લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે.

Related Articles