વિસનગર શહેર પોલીસને મળેલી બાતમીના આધારે આદર્શ સ્કૂલ સામેની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે દરોડો પાડી જુગાર રમતા શખ્સોને પકડ્યા હતા. પોલીસે જુગાર રમતા વિજયભાઈ અરજણભાઇ દેવીપુજક, કમલેશ કિશનભાઇ દેવીપૂજક, રોહિતભાઈ દિનેશભાઈ દેવીપૂજક, ભરતભાઈ ગાંડાભાઈ દેવીપૂજક, દીપકભાઈ ગાંડાભાઈ પ્રજાપતિ, રાજુભાઈ છનાભાઈ દેવીપૂજક અને સુનિલજી રમેશજી ઠાકોરને ઝડપી લીધા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે જુગાર સાહિત્ય અને રૂ.11,200 રોકડ કબજે કરી છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
- August 8, 2025
0
218
Less than a minute
You can share this post!
editor

