મહેસાણા; કડીમાં એમડી ડ્રગ્સ સાથે બેની ધરપકડ 2.50 લાખનો મુદ્દામાલ જપ્ત

મહેસાણા; કડીમાં એમડી ડ્રગ્સ સાથે બેની ધરપકડ 2.50 લાખનો મુદ્દામાલ જપ્ત

કડી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે કડીના કરણનગર રોડ પર આવેલ રેલ્વે ફાટક પાસેના એપ્રોચ રોડ પરથી MD ડ્રગ્સનો વેપલો કરતા કલોલના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 7.810 ગ્રામ મેફેડ્રોન (MD ડ્રગ્સ) જપ્ત કર્યું છે. જેની કિંમત રૂપિયા 78,100 આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ અને રિક્ષા સહિત કુલ 2,43,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ દરમિયાન ડી સ્ટાફ ને માહિતી મળી હતી કે કડીના કરણનગર રોડ પર આવેલ બે શખ્સો રિક્ષામાં એમડી ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે. માહિતીના આધારે પોલીસે રેડ કરી હતી. રિક્ષા નંબર GJ.18.BU.9994 ઊભેલી હતી. રિક્ષામાં બેઠેલા બે શખ્સોની અટક કરવામાં આવી હતી. આરોપીઓની ઓળખ ફેઝાન મહમદભાઈ શેખ (રહે. મટકા કુવા, કલોલ) અને પરવેઝ અક્રમભાઈ ધુરધોયા (રહે. ઘાંચીવાળો ટાવર પાસે, કલોલ) તરીકે થઈ છે. આરોપીઓ પાસેથી અલગ-અલગ પ્લાસ્ટિકની કોથળીઓમાંથી બ્રાઉન રંગનો કાંકરા જેવો શંકાસ્પદ પાવડર મળી આવ્યો હતો. પોલીસે ગાંધીનગર FSLની ટીમને જાણ કરી હતી. FSLના અધિકારીઓએ મળી આવેલ માદક પાઉડરનું પૃથક્કરણ કરતાં તે મેફેડ્રોન (MD ડ્રગ્સ) હોવાનું નિશ્ચિત થયું હતું. 2,43,100 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *