મહેસાણા એસ.ઓ.જી ટીમે ડેળીયા તળાવ પાસે આવેલી ભીલવાસ કંસારા વાડીમાં દરોડો પાડી ગેરકાયદેસર ગાંજાનો વેપાર કરતા એક શખ્સને પકડી પાડ્યો છે. એસ.ઓ.જી. કચેરી મહેસાણાને મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. પો.સ.ઇ. એમ.બી.સિંધવના નેતૃત્વમાં પોલીસ ટીમે આરોપી ઇમરાનખાન ઉર્ફે રાજુ ઉસ્માનખાન દોલતખાન મલેકના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને મકાનમાંથી 2.73 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેની કિંમત રૂ. 20, 730 આંકવામાં આવી છે. આ ઉપરાંત એક વાદળી કલરનું પ્લાસ્ટિકનું મોટું ઝભલું પણ કબજે કરવામાં આવ્યું છે. આરોપી વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ 1985ની કલમ 8(સી), 20(બી)(2)(બી) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી વગર પાસ-પરમીટે ગાંજાનો વેપાર કરતો હોવાનું સામે આવ્યું છે.

- March 3, 2025
0
191
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next