મહેસાણા; માર્ગ મકાન વિભાગ દ્વારા માનવ આશ્રમ રોડ પર પેચવર્ક કરી ખાડા પુરવામાં આવ્યા

મહેસાણા; માર્ગ મકાન વિભાગ દ્વારા માનવ આશ્રમ રોડ પર પેચવર્ક કરી ખાડા પુરવામાં આવ્યા

મનપાના પેચવર્કથી લોકોના સ્વાસ્થ અને જીવન સાથે ચેડા; ચોમાસાની શરૂઆતમાં જ મહેસાણા શહેરના અનેક વિસ્તારોના રોડ રસ્તામાં ધોવાઈ જવાથી અને કજણા પડી જવાના કારણે રસ્તા પરથી આવન જાવન કરતા વાહન ચાલકો અને રાહદારીઓને પારાવાર તકલીફોનો સામનો કરવો પડતો હતો. જે બાબતે શહેરના વિવિધ વિસ્તારોના લોકોની ફરિયાદોને નિવારવા મહેસાણા મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં રોડ રસતાની મરામત માટે પેચવર્ક કરો સમારકામ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

જે અનુસંધાને ગત રોજ શહેરના માનવ આશ્રમ ચાર રસ્તેથી વિસનગર રોડ પરના ખાડા પુરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યાં વરસાદી પાણીના ઓરવાહના લીધે રોડ રસ્તાનું ધોવાણ થઈ જતા મસ મોટા ખાડાઓ પડી ગયા હતા. જેના લીધે ત્યાંથી પસાર થતા લોકોમાં કોઈ અનિચ્છનીય બનાવ બનાવાનો ભય સતત ટોળાતો હતો. પરંતુ સ્થાનિક લોકોની રજૂઆતને ધ્યાને લઈને મહાનગરપાલિકા દ્વારા માર્ગ અને મકાન વિભાગના સહકારથી તે તમામ ખાડા પર ડામર કપચી દ્વારા પેચવર્ક કરવામાં આવ્યું છે. જેના કારણે ખાડારાજથી કંટાળેલા આ વિસ્તારના લોકોને હાલ પૂરતી આંશિક રાહત મળી છે.

પરંતુ જો તેની બીલકુલ બાજુની સાઈડ પર આવેલા રોડની વાત કરવામાં આવે તો તે રોડની હાલત સાવ ખખડધજ બની ગઈ છે જેમાં મહાનગરપાલિકા અને માર્ગ મકાન વિભાગ દ્વારા ખાડા પુરવા માટે ફક્ત કોન્ક્રીટ અને સિમેન્ટ નાખીને રસ્તાનું પેચવર્ક કરી સમારકામ કરવામાં આવ્યું હતું જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને રાહ દારીઓની હાલત કફોડી બની ગયેલી જોવા મળી રહી છે. કોન્ક્રીટ અને સિમેન્ટ નાખીને કરવામાં આવેલા પેચવર્કની કામગીરી અને માલ સામાન નબળી ગુણવત્તા ધરાવતાં હોય તેમ સ્પષ્ટપણે જણાઈ આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *