ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પરથી મહેસાણા એલસીબી પોલીસે દારૂ ભરેલ કન્ટેનર ઝડપ્યું

ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પરથી મહેસાણા એલસીબી પોલીસે દારૂ ભરેલ કન્ટેનર ઝડપ્યું

કુલ રૂપિયા 37,38,048 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પર પસાર થઇ રહેલ કન્ટેનરમા વિદેશી દારૂનો જથ્થો લઇ જવામાં આવી રહ્યો છે. તેવી ખાનગી બાતમીના આધારે મહેસાણા એલસીબી પોલીસે વોચ ગોઠવી સદર કન્ટેનર પસાર થતાં રોકી તલાશી લેતાં કન્ટેનર માંથી વિદેશી દારૂની પેટી નંગ 882 મળી કુલ રૂ 37,38,048 તથા કન્ટેનર મોબાઇલ સહિત રૂપિયા 62,43,048 ના મુદામાલ સાથે ત્રણ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મહેસાણા એલસીબી પોલીસને બાતમી મળેલ કે અશોક લેલેન્ડ કન્ટનેરમાં દારુ ભરીને બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પરથી પસાર થઈ રહયો છે. જેથી એલસીબી પોલીસે સદર સ્થળે વોચ ગોઠવી હકીકત વાળું અશોક લેલેન્ડ કન્ટેનરનો ચાલક જાખડ જાટ હરીશ હેમારામ દેરામારામ ઉવ 22 રહે ભાચભર તા રામસાર જી બાડમેર રાજસ્થાનવાળો નીકળતા તેને રોકી કન્ટેનરની તલાશી લેવામાં આવી હતી. જેમાં કન્ટેનરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પેટી નંગ 882 રૂ 37,38,048 તથા અશોક લેલેન્ડ કન્ટેનર કિ રૂ 25,00,000 તથા મોબાઇલ નંગ 5000 કુલ રૂ 62,43,048 ના મુદામાલ સાથે રેડ દરમિયાન પકડાઈ જવા પામ્યો હતો. તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરી મોકલી આપનાર સુરેન્દ્રસિંહ તેમજ ગુજરાત ખાતે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ઇસમો સામે પ્રોહિબેશન ધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

subscriber

Related Articles