મહેસાણા જિલ્લાના પેરોલ ફર્લો સ્કોડે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. સ્કોડે વર્ષ 2023માં લૂંટ, ધાડ અને મારામારીના કેસમાં નાસતા ફરતા 4 આરોપીઓની ધરપકડ કરી છે. મળેલી બાતમીના આધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આ આરોપીઓમાં કુરેશી જીયાન ઉર્ફે બજાજ આરીફભાઇ મહમદમીયા (રહે. સીન્ધી વાડા), કલાલ મોહસિન નસીબભાઇ જાફરખાન (રહે. તંબોળી બહુચર માનો ખાચો) અને મનસુરી ઇનાયત ઉર્ફે છોટા કટી યુનુસભાઇ (રહે.ધુમ્મટીયા પાછળ છીપવાડ)નો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓને કડી જુની હોમગાર્ડ ઓફીસ પાસેથી પકડવામાં આવ્યાં હતા.
સ્કોડના પોલીસને મળેલી માહિતીના આધારે ચોથા આરોપી ધાંચી સફાન સમીરભાઇ યુસુફભાઈની ધરપકડ કરવામાં આવી. તે પીરબોરડી મોટી વોરવાડનો રહેવાસી છે અને હાલમાં રહેમત રેસીડન્સી, કલોલમાં રહે છે. તેને છત્રાલ રોડ પરની શેરા કંપની નજીકથી પકડવામાં આવ્યો હતો. તમામ આરોપીઓને વધુ કાર્યવાહી માટે કડી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.