ગોધરા જિલ્લાના પોલીસ વડા તરીકે પ્રશંસનીય કામગીરી કર્યા બાદ આઈપીએસ અધિકારી હિમાંશુ સોલંકીની મહેસાણા જિલ્લાના પોલીસ વડા તરીકે બદલી થઈ. એસપી તરીકે હાજર થતાની સાથે જ હિમાંશુ સોલંકીએ પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરહી ખાતે જઈને બહુચરાજી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા બાદ એસપી તરીકે પિતાબો ચાર્જ સંભાળ્યો છે.
આ અગાઉ એસપી હિમાંશુ સોલંકી જ્યારે ગોધરા જિલ્લામાં પોલીસ વડા તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમણે પાવાગઢ મંદિરની ચોરી સહિતના મોટા મોટા કેસ સફળતા પૂર્વક પાર પાડી અનેક ગુનોઓનો ભેદ ઉકેલયો હતો. ત્યારે તેમની પ્રશંસનીય કામગીરીના ભાગરૂપે જ્યારે તેમની બદલી મહેસાણા જિલ્લાના પોલીસ વડા તરીકે કરવામાં આવી છે ત્યારે પોતાના પદ પર બેસતા પહેલા હિમાંશુ સોલંકીએ બહુચરાજી માતાજીના મંદિરે જઈને શીશ નમાવી માં બહુચરના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે એસપી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ મહેસાણા જિલ્લામાં તેમની કામગીરીથી જિલ્લા વાસીઓ કેટલી રાહત મળી શકશે તેમજ કેટલી હદે ગુનાખોરીને તેઓ કાબુ કરી શકશે?

