મહેસાણા એસઓજી એ 5 કિલો ગાંજાના છોડ સાથે એક વ્યક્તિને ઝડપી જેલના હવાલે કર્યો

મહેસાણા એસઓજી એ 5 કિલો ગાંજાના છોડ સાથે એક વ્યક્તિને ઝડપી જેલના હવાલે કર્યો

વડનગરમાં પોતાના ખેતરમાં ગાજાનું વાવેતર; મહેસાણા જિલ્લાના તાજેતરમાં ગાંજાનો મોટો જથ્થો પકડી કડક કાર્યવાહી કરતાં મહેસાણા જિલ્લા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી જઈ ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા કમર કસી રહી હોય તેમ લાગી રહ્યું છે. મહેસાણા એસઓજી પોલીસે તાબડતોબ એક્શન મોડમાં આવી જઈ વડનગર તાલુકાના કરબટીયા ગામની સીમમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ભૈડાવાડા વિસ્તારમાં એસઓજીની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી.

જ્યાંથી એસઓજીની ટીમને ગાંજાના છોડ મળી આવ્યા હતા. અંદાજે લગભગ 5 કિલો 400 ગ્રામ જેટલું વજન ધરાવતા ગાંજાની કિંમત રૂપિયા 54,500 આંકવામાં આવી રહી છે. પોલીસે ખેતરના માલિક ઠાકોર અળખાજી ગનજીની ધરપકડ કરી છે. આરોપીએ પોતાના કબજાવાળા ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કર્યું હતું. મહેસાણા જિલ્લામાં ગાંજો, અફીણ અને ડ્રગ્સ જેવા માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસ અધિકારીએ વિશેષ સૂચના આપી હતી. આ સૂચનાના પગલે એસઓજી પોલીસનો સ્ટાફ વડનગર પંથકમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *