સરહદી વાવ પંથક માં પ્રથમ વરસાદને લઈ ને ખેડુતોએ મોંઘા ડાટ બિયારણો અને ખાતર તેમજ જંતુ નાશક દવાઓ લાવી ચોમાસુ પાકનું વાવેતર કર્યા બાદ મેઘરાજા માત્ર દેખાડો આપી રોજ સંતાકૂકડી ની રમત રમી રહ્યા હતા. ચોમાસુ પાક છેલ્લી ઘડીએ મુરઝાવા લાગ્યો હતો. ત્યારે અંતિમ ઘડી એ મેઘરાજાએ ખેડૂતો અને પશુઓની રાડ ફરિયાદ સાંભળી વાવ સુઇગામ પંથકમાં મન મૂકી ને વરસતા કાશ્મીરી માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના મોઢા પર સ્મિત આવી ગયું છે. તળાવો માં પાણી આવી જતાં પશુઓમાં ખુશી જોવા મળી રહી છે. વધુમાં સરહદી પંથકમાં કુલ વરસાદ અંદાજીત 14 ઈંચે પહોચી જતાં ગરમી એ પણ વિદાય લઈ લીધી છે.
- September 6, 2025
0
188
Less than a minute
You can share this post!
editor

