બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકાઓમાં મધરાતે મેઘરાજાએ ધબધબાટી બોલાવી

બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકાઓમાં મધરાતે મેઘરાજાએ ધબધબાટી બોલાવી

દાંતીવાડા પાલનપુર વડગામ અને ડીસામાં ભારે વરસાદને લઈ જનજીવન અસ્તવ્યસ્ત

જીલ્લામાં ધોધમાર વરસાદથી વધ્યા ઘટ્યા ખેતી પાકો પણ ખેદાન મેદાન | ખેડૂતવર્ગને મોટું નુકસાન

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સામાન્ય વરસાદી ઝાપટાં બાદ ઉઘાડ નીકળ્યો હતો. પરંતુ શનિવારની મધરાતે અચાનક આવેલા પલટાની સાથે કેટલાક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી. જેમાં જિલ્લા મથક પાલનપુર દાંતીવાડા વડગામ અને ડીસામાં ભારે વરસાદ થવા પામ્યો છે જેને લઈ નીચાણવાના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પ્રજાજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ફરી એકવાર વરસાદનું જોર વધતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને તેની મોટી અસર વર્તાઈ છે. ડીસા તાલુકાના અનેક ખેડૂતો હજુ સુધી મગફળીનો પાક લીધો નથી ત્યારે વરસાદ આવતા ફરી એક વાર મગફળીના પાકને નુકસાન થયું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે.

આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં હળવા થી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી; ગુજરાત રાજ્ય માં સર્જાયેલી વરસાદની બે સિસ્ટમો ને લઇ આગામી સાત દિવસ સુધી છૂટા છવાયા સ્થળો પર હળવા થી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં 13 થી 16 જુલાઈ સુધી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે જેને લઇ બનાસકાંઠા જિલ્લામાં 16 જુલાઈ સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લાના,૧૪ તાલુકાઓ માંથી ૦૫ તાલુકાઓમાં ધોધમાર વરસાદ; બનાસકાંઠા જિલ્લામાં ૧૪ તાલુકાઓ પૈકી 5 તાલુકાઓમાં શનિવારની મધરાતે થી રવિવાર સવાર સુધી ધોધમાર વરસાદ વર્ષો હતો જેમાં દાંતીવાડામાં સાડા છ ઈંચ,પાલનપુરમાં પાંચ ઇંચ, ડીસામાં સાડા ચાર ઇંચ અને દાંતા અને વડગામ માં સવા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે પાંચ તાલુકાઓમાં સામાન્ય વરસાદ થયો હતો ત્યારે ચાર તાલુકાઓમાં વરસાદ નોંધાયો નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *