રાજ્ય સહિત મહેસાણા જિલ્લામાં એસએસસી અને એચએસસી ની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે આરોગ્ય ટીમ પણ કાર્યરત હોય છે. જે પૈકી આજરોજ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મહિયલ ગામ ખાતે ઠાકોર કિરણજી વિષ્ણુજી ચોટીયા માધ્યમિક સ્કૂલ ધોરણ 10ના વિદ્યાર્થી આજે વિજ્ઞાનનું પેપર મહીયલ હાઇસ્કુલ આપી રહ્યા હતા. ત્યારે અચાનક ચક્કર આવી જતા સ્થળ પરની મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જાણ કરતા પ્રાથમિક કેન્દ્ર ચાણસોલના મેડિકલ ઓફિસર તથા આયુષ મેડિકલ ઓફિસર દ્વારા બાળકની મુલાકાત લઈ પ્રાથમિક સારવાર આપી બાળકને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખેરાલુ ખાતે લઈ ગયેલ ત્યાં બાળકને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખેરાલુના અધિક્ષક તથા મેડિકલ ટીમ દ્વારા ચકાસણી કરી દાખલ કરવામાં આવેલ છે. હાલમાં વિદ્યાર્થીની તબિયત સ્થિર છે.

- March 9, 2025
0
50
Less than a minute
You can share this post!
editor