માવસરી; એલ.સી.બી પોલીસે 12 લાખ થી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

માવસરી; એલ.સી.બી પોલીસે 12 લાખ થી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

માવસરી ની સ્થાનિક પોલીસ ભાદરવી પૂનમ ના મેળાના બંદોબસ્ત માં હતી.તેનો ગેર ફાયદો ઉઠાવી બુટલેગરો એ રાજસ્થાન માંથી ગુજરાત માં વિદેશી દારૂ ઘુસાડવાના પ્લાન ને બ.કાં એલ.સી.બી પોલીસે નિષ્ફળ બનાવી એક સપ્તાહ માં એટલે કે 4 સપ્ટેમ્બર અને 8 સ્પેમ્બર ના રોજ અલ્ટો ગાડી તેમજ પિક અપ ડાલા સાથે કુલ રૂ 12 લાખ થી વધુ કિંમતનો મુદ્દામાલ ઝડપી માવસરી પોલીસ મથકે ગુનો નોંધી બુટલેગર ને જેલ ના સળિયા પાછળ ધકેલી આગળ ની વધુ કાર્ય વાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડાની સૂચના સ્ટાફમિત્રો ની કામગીરી સરાહનીય બનતાં બુટલેગરો માં ફફડાટ વ્યાપી ગયો છે.નવીન આવેલ જિલ્લા પોલીસ વડા ના આગમન બાદ જિલ્લા સહિત સરહદી વિસ્તાર માં દારૂ ની પ્રવૃત્તિ પર અંકુશ જોવા મળતા લોકો માં ખુશી જોવા મળી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *