યુપીના ઝાંસી મેડિકલ કોલેજમાં ભીષણ આગ, 10 બાળકોના મોત, CM યોગીએ દુઃખ વ્યક્ત કર્યું

યુપીના ઝાંસી મેડિકલ કોલેજમાં ભીષણ આગ, 10 બાળકોના મોત, CM યોગીએ દુઃખ વ્યક્ત કર્યું

ઝાંસી મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં આગ લાગી હતી. આગમાં અનેક બાળકોના મોત થયા છે. જ્યારે 30થી વધુ બાળકોને બચાવી લેવાયા છે. સીએમ યોગીએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.

ઝાંસી મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં શુક્રવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 બાળકોના મોત થયા છે. જ્યારે પાંચ બાળકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. રેસ્ક્યુ ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. વોર્ડમાં 47 જેટલા નવજાત શિશુઓને દાખલ કરાયા હતા. શુક્રવારે મોડી રાત્રે, મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટના SNCU વોર્ડમાં ભીષણ આગને કારણે 10 નવજાત શિશુઓ સળગી જવાથી અને ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યાં આગ લાગી તે વોર્ડમાં 47 નવજાત શિશુઓ દાખલ હતા.

31 નવજાત બાળકોને બચાવી લેવાયા હતા
અકસ્માતની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સેનાને પણ બોલાવવામાં આવી હતી. સેના અને ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવામાં વ્યસ્ત છે. ૧૦ નવજાત શિશુઓના મોતથી હોસ્પિટલ પરિસરમાં અફરાતફરીનો માહોલ છે. નવજાત શિશુના માતા-પિતા પણ તેમના નવજાત શિશુને બચાવવા માટે આજીજી કરી રહ્યા છે. પ્રારંભિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સિલિન્ડર બ્લાસ્ટ હતો.

subscriber

Related Articles