વેપારીઓ શુભ મુહૂર્તમાં પેઢી દુકાનો ખોલી નવી આશાથી શરૂઆત કરી
લાભપાંચમના મુહર્ત કર્યા બાદ આજથી બનાસકાંઠા જિલ્લાની બજારો માં ધમધમાટ જોવા મળશે
વિક્રમ સવંત ૨૦૮૨ ના વર્ષ ના લાભ પાંચમના વણ જોયા મુહર્ત માં દુકાનદારોએ શુભ મુહૂર્ત કરી નવા વર્ષના ધંધા રોજગાર ચાલુ કર્યા જેના કારણે દિવાળીના મિની વેકેશન બાદ ફરીવાર બજારોમા વેપારીઓ દ્વારા ધંધા રોજગારનું મુહૂર્ત કર્યું હતું. ત્યારે આજે સોમવારથી ફરી બજારોમાં ધમધમાટ જોવા મળશે.
આપણા હિન્દુ શાસ્ત્રોમાં મુહૂર્ત નું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે વેપારીઓ દુકાનદારે રવિવાર શુભ મુહૂર્ત નો પેઢીઓ દુકાનો આફીસો ખોલી નવા વર્ષ ના ધંધાની શરૂઆત કરી હતી. ત્યારે આજે સોમવારથી ધંધો રોજગાર ધમધમવા લાગશે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દિવાળી થી લાભપાંચમ સુધી શહેરોની મુખ્ય દુકાનો, કારખાનાઓ, પેઢીઓમાં વેપાર-ધંધા બંધ રહેતા હોય છે. ત્યારે લાભ પાંચમના શુભ મુહૂર્ત માં પૂજન અર્ચન સાથે વેપાર ધંધા નો પુન આરંભ કરતા હોય છે. રવિવાર ને લાભ પાંચમ ના દિવસે પેઢીઓના મુહૂર્ત કર્યા છે. પરંતુ રવિવાર હોવાથી દુકાનદારોએ મુહૂર્ત કરી દીધાં છે. જેને લઇ આજે સોમવારથી ફરી પાછી દિવાળીના વેકેશન બાદ ડીસા સહિત જીલ્લા ની માર્કેટયાર્ડો પણ ધમધમવા લાગશે.
દિવાળીના મિની વેકેશનમાં વેપારીઓ સહિત કારીગરો બહાર ફરવા જતા હોય છે અને રજાઓનો આનંદ માણતા હોય છે. વર્ષ દરમિયાન સતત ધંધા-વેપારમાં રચ્યા પચ્યા રહેતાં લોકો દિવાળીના દિવસોમાં પરિવાર સાથે હરવા-ફરવા જેતા હોય છે. જેથી બજારો પણ સુમસામ જોવા મળતી હોય છે પરંતુ ફરી એકવાર નવા મુહૂર્ત માં પેઢીઓ દુકાનો ઓફિસો ખુલી રાબેતા મુજબ ધંધા-રોજગાર સંભાળી લેતા બજારોમાં રોનક જોવા મળશે
લાભ પાંચમના માર્કેટ યાર્ડના વેપારીઓએ મુહર્ત કર્યું
ડીસા માર્કેટયાર્ડમાં વેપારીઓ દ્વારા લાભપાંચમના પવિત્ર દિવસે પેઢીઓનું મુહર્ત કરી નવા ધંધા રોજગારની શરૂઆત કરી હતી છેલ્લા દસ દિવસથી માર્કેટ યાર્ડમાં મીની વેકેશન જેવો માહોલ બાદ લાભપાંચમ થી માર્કેટ યાર્ડ શરૂ થતા વેપારીઓએ શાસ્ત્રોકત વિધિ સાથે નવા વર્ષમાં નવી આશા અને ઉમંગ સાથે ધંધાની શરૂઆત કરી હતી. અને આજે સોમવારથી તમામ માર્કેટયાર્ડઓ ફરી પાછી શરૂ થતા બજારોમાં પણ રોનક જોવા મળશે.
લાભ પાંચમ અને રવિવારના પવિત્ર દિવસે અનેક નવી શરૂઆત થઈ
કોઈપણ સારું કાર્ય કરવા માટે શુભ મુહૂર્ત જોવાતું હોય છે. ત્યારે લાભ પાંચમ અને રવિવારના પવિત્ર દિવસે અનેક લોકોએ નવા ધંધા રોજગાર શરૂ કર્યા હતા. આ ઉપરાંત અનેક લોકોએ નવા વાહનોની ખરીદી કરી તથા નવા મકાનના વાસ્તુ અને ખાતમુર્હુત પણ થયા હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં લાભ પાંચમને લઈ અનેક લોકોએ નવી શરૂઆત કરી છે.

