મનુ ભાકર માટે વર્ષ 2024 અત્યાર સુધીનું સૌથી અદ્ભુત વર્ષ રહ્યું છે જેમાં તેણે ફ્રાન્સની રાજધાની પેરિસમાં રમાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં 2 અલગ-અલગ શૂટિંગ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી મનુ દેશની પ્રથમ મહિલા એથ્લેટ પણ બની હતી. હવે એક નવો વિવાદ પણ જોવા મળી રહ્યો છે, જેમાં આ વર્ષે ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મેળવનાર એથ્લેટ્સમાં મનુનું નામ સામેલ નથી. જ્યાં 30 લોકોની શોર્ટલિસ્ટમાં મનુનું નામ ન હોવાથી તે નિરાશ છે, તો બીજી તરફ તેના પિતા રામ કિશનનું એક મોટું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેણે કહ્યું છે કે તે પોતાની પુત્રીને શૂટિંગમાં મૂકવા બદલ પસ્તાવો કરે છે તેને ક્રિકેટમાં મૂકવો જોઈતો હતો.
- December 27, 2024
0
337
Less than a minute
You can share this post!
editor