પાલનપુર તાલુકાના ગઢ ગામે બસ સ્ટેન્ડ વિસ્તારમા આવેલા મંદિરમાં તાજેતરમાં ધોળે દહાડે ચાંદીના છત્રોની ચોરી થઇ હતી. જે અંગે મંદિરના પુજારીએ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે મંદિર ચોરીનો ભેદ ઉકેલવા સધન તપાસ હાથ ધરીને ગણતરીના દિવસોમાં ચોરીના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડવામા આવ્યો છે. પાલનપુર તાલુકાના ગઢ પંથકમા છેલ્લા એક મહિનામા ખસા, ટાકરવાડા બાદ ગઢમાં બસ સ્ટેન્ડ પર આવેલ ઠાકોર સમાજના કુળદેવી મહાકાળી માતાજીના મંદિરે ધોળે દહાડે માતાજીની મૂર્તિ પર રહેલા 400 ગ્રામ ચાંદીના અને પંદર હજારની કિંમતના પાંચ છત્રની ચોરી થતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. બનાવની ગંભીરતાને લઇ ગઢ પોલીસે સીસી ટીવી કેમેરા ચેક કરીને અગાઉ પાટણ તેમજ ડીસામાં ચોરીના ગુનામાં ઝડપાયેલા મૂળ સરસ્વતી તાલુકાના કોઇટા ગામના વતની અને હાલ ડીસા સિંધી કોલોનીમાં રહેતા શાંતિજી પૂંજાજી ઠાકોર નામના ઇસમને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની વિરૂદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
- May 5, 2025
0
552
Less than a minute
You can share this post!
editor

