કમોસમી વરસાદ : બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો

કમોસમી વરસાદ : બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો

જીલ્લાના પ્રશ્રિમી ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો |  ભાભરમાં 12 મીમી વરસાદ નોંધાયો : બનાસકાંઠા જિલ્લામાં શનિવારની મધ્ય રાત્રે આવેલા વાતાવરણમાં પલટાના કારણે અનેક સ્થળો પર વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો પરંતુ રવિવાર ના વાતાવરણ ચોખ્ખું રહ્યું હતું સોમવારના વહેલી સવારે આકાશમાં વાદળો અને બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ગાજવીજ સાથે અને પવન સાથે વરસાદ વર્ષો તો જેમાં પશ્ચિમી બનાસકાંઠા જિલ્લામાં તેની અસરો વધુ જોવા મળી હતી જેમાં  મતોફાની પવન અને કરા  સાથે વરસાદ શરૂ થયો ભાભર સહિત સુઇગામ પંથકમાં ભારે તોફાની પવન સાથે કરા પડ્યા  ભર ઉનાળે કમોસમી માવઠું થતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતો ભારે પવનના કારણે નાના વૃક્ષો ધરાસાઈ થવા પામ્યાં હતાં ભાભર પંથકમાં આકાશી વીજળી પડતા બે ભેસોના પણ મોતના સમાચાર સામે આવ્યા છે સાંજના છ કલાક સુધી ભાભરના વિસ્તારમાં ૧૨ મીમી જેટલો વરસાદ થવા પામ્યો છે.

રુની ગામના ખેતરમાં આકાશી વિજળી પડતા બે ભેસોના મોત થયા

ભાભર પંથકમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતાં ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થયો હતો જેમાં રૂણી ખાતે ઈશ્વરભાઈ ચૌધરી ના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા‌ ટીનાભાઇ ઠાકોરની બે ભેંસો પર આકાશી વીજળી પડતા બંને ભેસોના મોત નીપજતા મંજુરી કરી ગુજરાન ચલાવતા ગરીબ પરિવાર પર આફ ફાટી પડ્યું છે.

ડીસા તાલુકામાં પણ સાંજના સુમારે પવન સાથે વરસાદી છાંટાઓ પડ્યા

બનાસકાંઠા જિલ્લામાં સોમવારના બપોર બાદ વાતાવરણમાં આવેલા પલટાના પગલે કેટલાક વિસ્તારોમાં પવન અને ગાંધી સાથે વરસાદ શરૂ થયો હતો. જેમાં ડીસા તાલુકાના પણ કેટલાક ગામડાઓમાં પવન સાથે વરસાદી છાંટા પડતા વાતાવરણમાં પણ ઠંડક થઈ જવા પામી હતી.

 આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળી શકશે

હવામાનમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેમાં હજુ આગામી બે દિવસ સુધી બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ અને ભારે પવનફુંકાવા ની હવામાન નિષ્ણતો એ શક્યતાઓ દર્શાવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *