મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પહેલા ક્યારેય ન થયેલા છેતરપિંડી દ્વારા જીત મેળવી હોવાનો આરોપ લગાવતા, કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે (9 એપ્રિલ, 2025) બેલેટ પેપર પર ચૂંટણી કરાવવાની જોરદાર દલીલ કરી હતી.
અમદાવાદમાં AICC સત્રને સંબોધતા, ખડગેએ મોદી સરકાર પર સરકારી સંપત્તિઓ “વેચી નાખવા”નો આરોપ પણ લગાવ્યો જેથી તેઓ પોતાના મિત્રો મૂડીવાદીઓને ફાયદો પહોંચાડી શકે અને લોકશાહીને ધીમે ધીમે ખતમ કરી શકે.
આખી દુનિયા EVM થી બેલેટ પેપર તરફ વળી રહી છે પણ આપણે EVM નો ઉપયોગ કરી રહ્યા છીએ. આ બધું છેતરપિંડી છે. તેઓ અમને તે સાબિત કરવા કહે છે. તમે એવી તકનીકો વિકસાવી છે જેનાથી શાસક પક્ષને ફાયદો થાય છે અને વિપક્ષને નુકસાન થાય છે, તેવું ખડગેએ કહ્યું હતું.
પરંતુ આ દેશના યુવાનો ઉભા થશે અને “કહેશે કે અમને બેલેટ પેપર જોઈએ છે”તેવું તેમણે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે યોજાઈ રહેલા સત્રમાં તેમના ઉદ્ઘાટન ભાષણમાં કહ્યું હતું.
“મહારાષ્ટ્રમાં શું થયું? અમે આ મુદ્દો દરેક જગ્યાએ ઉઠાવ્યો, રાહુલ ગાંધીએ આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતી. તેમણે કેવા પ્રકારની મતદાર યાદી બનાવી… મહારાષ્ટ્રની ચૂંટણી એક છેતરપિંડી હતી. હરિયાણામાં પણ આવું જ થયું, તેવું કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું.
ખડગેએ ધ્યાન દોર્યું કે ભાજપે 90% બેઠકો જીતી હતી અને કહ્યું કે આવું પહેલાં ક્યારેય બન્યું નથી.