પાલનપુર ખાતે મહારાણા પ્રતાપ સેવા ગ્રૂપ દ્વારા પક્ષીઓ ના પાણીના કુંડાનું વિતરણ

પાલનપુર ખાતે મહારાણા પ્રતાપ સેવા ગ્રૂપ દ્વારા પક્ષીઓ ના પાણીના કુંડાનું વિતરણ

1500 પાણીના કુંડા-ચકલી ઘરનું કરાયું વિતરણ; કાળઝાળ ગરમી પાલનપુર ખાતે મહારાણા પ્રતાપ સેવા ગૃપ દ્વારા પક્ષીઓ માટે પીવાના પાણી માટે ના કુંડા અને પક્ષી ઘરનું વિના મૂલ્યે વિતરણ કરાયું હતું. પાલનપુર ખાતે મહારાણા પ્રતાપ સેવા ગૃપ દ્વારા ઉનાળાના ધોમ ધખતા તાપમાં પક્ષીઓ માટે 1500 જેટલા પીવાના પાણીના કુંડાનું અને પક્ષી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ડીવાયાએસપી ડો.જીગ્નેશ ગામીત, પી.આઈ.પટણી, સામાજિક કાર્યકર એવમ પાલનપુર શહેર ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઇ પંચાલે ઉપસ્થિત રહી કુંડા અને ચકલી ઘરનું વિતરણ કર્યું હતું. મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા જિલ્લાભરમાં 10,000 પક્ષીઓ ના પીવા માટેના પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરાશે. જેનો પ્રારંભ પાલનપુરથી કરાયો હોવાનું મહારાણા પ્રતાપ સેવા ગૃપના અગ્રણી ભૂપતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *