ધાનેરા અને થરાદમાં મધ્યપ્રદેશની નાર્કોટિક્સની ટીમે શનિવારે રેડ કરી હતી. જેમાં અલ્પ્રાઝોલમ (ઊંઘવા માટે) અને ટ્રામાડોલ (પૈઇનકિલર) દવા પકડાઈ હતી. ટીમ ધાનેરાની મીત અને નિશા મેડિકલ પ્રોવિઝન સ્ટોર્સ અને થરાદની દીપક મેડિકલનાં માલિકને ઉઠાવી ગઈ હતી. અધિકારીઓએ દસ્તાવેજો અને સંભવિત પ્રતિબંધિત દવાઓની તપાસ કરી હતી.
મધ્યપ્રદેશ નાર્કોટિક્સની ટીમે શનિવારે બપોરે થરાદની એક અને ધાનેરાના બે મેડિકલ પર રેડ કરી હતી. બપોરે ત્રણ વાગ્યે શરૂ થયેલી તપાસ સાંજ સુધી ચાલી હતી. અધિકારીઓએ દસ્તાવેજો અને સંભવિત નિષિદ્ધ દવાઓની તપાસ કરી હતી.પ્રાથમિક તપાસમાં મહત્વપૂર્ણ ઈનપુટ મળ્યા હોવાની શક્યતા છે. તપાસનો ઉદ્દેશ્ય નશીલા પદાર્થો અથવા શંકાસ્પદ કનેક્શનને ઊજાગર કરવાનો છે. મધ્યપ્રદેશથી આવેલી નાર્કોટિક્સ ટીમે ધાનેરાના મિત મેડિકલ અને નિશા મેડિકલમા દરોડા પાડીને તથા થરાદની દીપક મેડિકલ સ્ટોર્સનાં માલિકને ઉઠાવી ગઈ હતી. તપાસ દરમિયાન મોટી માત્રામાં દવાઓનો જથ્થો કબ્જે કર્યો હતો. મેડિકલ સ્ટોરના માલિકને ઉઠાવી ગયા હતા. તપાસ દરમિયાન અધિકારીઓ અને મેડિકલ સ્ટાફ વચ્ચે ચકમક થઈ હતી. ધાનેરા અને થરાદમાં નાર્કોટિક્સની આ અચાનક કાર્યવાહી મેડિકલ જગત અને સ્થાનિક વિસ્તારોમાં ચર્ચાનો વિષય બની હતી. દરોડા પડતા મેડિકલ સ્ટોરોમાં ફફડાટ ફેલાયો હતો.