પાલનપુર તાલુકામાં ફરી લમ્પી વાયરસે દેખા-દેતા ખળભળાટ

પાલનપુર તાલુકામાં ફરી લમ્પી વાયરસે દેખા-દેતા ખળભળાટ

પાલનપુર તાલુકામાં ફરી વધુ એકવાર લમ્પી વાયરસે દેખા દીધી છે. જેમાં ભુતેડી, ચડોતર અને ચંડીસરમાં પશુઓમાં લમ્પી રોગની શરૂઆત થઇ છે. વર્ષ 2022માં લમ્પી રોગથી હજારો પશુઓના મોત થયા હતા. તેમજ લમ્પી રોગમાં પશુઓના શરીર પર ફોલ્લા થાય છે. પશુના આંખમાંથી પાણી આવે અને પશુ ખોરાક છોડી દે છે. લમ્પી અંગે તંત્ર ગંભીરતા નહીં દાખવે પરિસ્થિતિ વિકટ બની શકે છે. આ રોગના પશુને પહેલા 8 થી 10 દિવસ તાવ આવે છે અને ત્યાર બાદ પશુના શરીર પર ગાંઠો નીકળે છે. અમુક સમય બાદ આ ગાંઠો બેસી જાય છે અથવા ફૂટે છે. અમુક કેસમાં જ્યાં શ્વસન તંત્રમાં ગાંઠો હોય તો પશુઓને વધારે જોખમ રહેતું હોય છે. આ રોગ વાયરસથી થતો રોગ છે. આ રોગ સમયે પશુઓને આરામ આપવો જોઈએ.

પશુને લમ્પી રોગ થયો હોય ત્યારે સીમાડામાં ચરવા માટે ના મોકલવું; પશુને આ રોગ થયો હોય ત્યારે પશુને સીમાડામાં ચરવા માટે ના મોકલવું જોઈએ. સીમાડા સુધી જવામાં પશુને વધારે તકલીફ પડે છે અને રોગનું પ્રમાણ વધે છે. જો પશુઓમાં આ રોગ જોવા મળે તો પશુઓને ચરિયાણ કરવા ના મોકલવું જેથી કરીને અન્ય પશુઓમાં આ રોગનો ફેલાવો અટકાવી શકાય.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *