ડીસા પંથકના કોલ્ડ સ્ટોરેજમાંથી ભીના બટાકાનું લોડિંગ શરુ

ડીસા પંથકના કોલ્ડ સ્ટોરેજમાંથી ભીના બટાકાનું લોડિંગ શરુ

ડીસા પંથકની આગવી ઓળખ સમાન બટાકાના વ્યવસાય સાથે અનેક લોકો સંકળાયેલા છે. જેના કારણે ડીસા સહિત જિલ્લામાં અનેક કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. જેમાં દર વર્ષે કરોડો બટાકાઓનો સંગ્રહ થાય છે ચાલુ વર્ષે બટાકાના બમ્પર ઉત્પાદન વચ્ચે તમામ કોલ્ડ સ્ટોરેજ હાઉસફુલ થઈ જતાં અને બટાકાના ભાવ બગડતા ખેડૂતોના ખેતરોમાં બટાકાની લેવાલી ઓછી થઈ ગઈ હતી. જેના કારણે ખેડૂતોએ કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા ના હોવાના કારણે ખેતરોમાં  ઢગલા કર્યા હતા. ખેડૂતોને વેપારીઓને પણ ચાલુ વર્ષે ભાવમાં અસમંજસ જોવા મળી રહી હતી. પરંતુ ત્યારબાદ ભાવોમાં આંશિક સુધારો થતાં ખેડૂતોના ખેતરોમાં પડેલા ઢગલાઓનું વેચાણ સાથે કોલ્ડ સ્ટોરેજમાં ભીના બટાકાનું લોડિંગ શરૂ થતા ખેડૂતો અને વેપારીઓને પણ ભાવો જળવાઈ રહેવાની આશા બંધાઈ છે.

માર્કેટયાર્ડમાં બટાકાના ભાવોમાં સુધારો આવતાં કોલ્ડ સ્ટોરેજના મુહૂર્ત થયા

કોલ્ડ સ્ટોરેજમાં બટાકાની બમ્પર આવક વચ્ચે કોલ્ડ સ્ટોરેજના મુહૂર્ત ક્યારે થશે તેની લોકો રાહ જોઈ રહ્યા હતા. અત્યારે બજારોમાં બટાકાની માંગ રહેતા છે. જેના એપ્રિલ મહિનામાં જ કોલ્ડ સ્ટોરેજ ખુલી ગયા છે જેથી કોલ્ડ સ્ટોરેજમાંથી ભીના બટાકાની નિકાશી થઈ છે.

ચાલુ સિઝનમાં બટાકાના સારા ભાવો મળી રહે તેવું ખેડૂતો અને વેપારીઓને આશા

બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં બટાકાનું થયેલું સારું ઉત્પાદન વચ્ચે સીઝન દરમિયાન બટાકાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. જેના કારણે એક સમયે ખેતરોના બટાકાના ભાવ 100 થી 130 રૂપિયા સુધી થઈ જવા પામ્યા હતા. પરંતુ ત્યારબાદ બટાકાના ભાવમાં સુધારો આવતા ત્યારે ખેતરોમાં પડેલા ઢગલાઓના બટાકા 210 થી 220 અને કોલ્ડ  સ્ટોરેજમાં ભીના બટાકાનું લોડિંગમાં ભૂખરાજની બિલ્ટી 800 થી 1100 જ્યારે ખ્યાતિ બટાકા 1200 થી 1400 સુધીનું વેચાણ થઈ રહ્યું છે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *